ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની વિશે અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો મોટો ધડાકો: ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટમાં થયો 'ગે' હોવાનો દાવો
પોતાના જ પુત્રની યોગ્યતા વિશે પિતા આયાતુલ્લા ખામેનીને પણ હતી શંકા? – ઈરાની સર્વોચ્ચ નેતાના અંગત જીવનના અહેવાલોએ વોશિંગ્ટનથી તેહરાન સુધી મચાવ્યો ખળભળાટ

વોશિંગ્ટન : વિશ્વના સૌથી રૂઢિચુસ્ત ઇસ્લામિક દેશોમાંના એક એવા ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને લઈને એક સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલો મુજબ, ૫૬ વર્ષીય મોજતબા ખામેની કથિત રીતે 'ગે' (સમલૈંગિક) હોઈ શકે છે. આ ચોંકાવનારી વિગતો જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવી, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને વ્હાઇટ હાઉસના અધિકારીઓ વચ્ચે આ વાતને લઈને ભારે ચર્ચાઓ જાગી હતી.
પિતાને પણ હતી પુત્રના વલણની જાણ?
ન્યુ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સ્વર્ગસ્થ આયાતુલ્લા અલી ખામેની પોતે પણ જાણતા હતા કે તેમનો પુત્ર મોજતબા સમલૈંગિક છે, અને આ જ કારણસર તેઓ તેને ઈરાનનું શાસન સોંપતા ડરતા હતા. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, મોજતબાના તેમના બાળપણના એક શિક્ષક સાથે લાંબા ગાળાના સંબંધો હોવાની આશંકા છે. આ માહિતીને અમેરિકી એજન્સીઓ અત્યંત વિશ્વસનીય માની રહી છે, જે મોજતબાની ઈરાની ધર્મશાહી પરની પકડને નબળી પાડી શકે છે.
વિકિલીક્સ અને નપુંસકતાના જૂના વિવાદો
રસપ્રદ વાત એ છે કે મોજતબા ખામેનીના અંગત જીવન વિશે અગાઉ પણ અનેક વિવાદો સામે આવ્યા છે. વર્ષ ૨૦૦૮ના વિકિલીક્સના દસ્તાવેજોમાં દાવો કરાયો હતો કે મોજતબા લંડનની હોસ્પિટલોમાં નપુંસકતાની સારવાર કરાવી ચૂક્યા છે. જોકે તે સમયે તેનું કારણ સ્પષ્ટ નહોતું, પરંતુ હવે સામે આવેલા ગુપ્તચર અહેવાલો આ બાબતને નવા દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. ૨૮ ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં ઘાયલ થયા બાદ, મેડિકલ સારવાર દરમિયાન પણ મોજતબાના વર્તનમાં વિસંગતતાઓ જોવા મળી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.
ઈરાની કાયદો અને વિરોધાભાસ
ઈરાનમાં સમલૈંગિકતા માટે કડક મૃત્યુદંડની જોગવાઈ છે, જ્યાં અનેક લોકોને જાહેરમાં ક્રેન પર લટકાવી દેવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદે એકવાર દાવો કર્યો હતો કે 'ઈરાનમાં કોઈ ગે નથી'. આવી સ્થિતિમાં, જો દેશના સર્વોચ્ચ નેતા વિશેના આ દાવા સાચા સાબિત થાય, તો તે ઈરાની શાસન માટે અત્યંત ક્ષોભજનક અને દંભી પરિસ્થિતિ ઉભી કરી શકે છે. હાલમાં મોજતબા ક્યાં છે અને તેમની તબિયત કેવી છે તે બાબતે હજુ પણ રહસ્ય અકબંધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
