હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મ્યાનમારમાં આતંકવાદીઓને ડ્રોન અને હથિયારની ટ્રેનિંગ આપતા ૬ યુક્રેનિયન અને ૧ અમેરિકન નાગરિક ઝડપાયા
નોર્થ ઈસ્ટમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, પટિયાલા હાઉસ કોર્ટે તમામ ૭ વિદેશીઓને ૧૧ દિવસના રિમાન્ડ પર સોંપ્યા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં અશાંતિ ફેલાવવાના એક મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. જુદા જુદા સત્તાવાર મીડિયા રિપોર્ટ્સ મુજબ, એનઆઈએ દ્વારા કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં છ યુક્રેન અને એક અમેરિકાના નાગરિકનો સમાવેશ થાય છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ આરોપીઓને સઘન પૂછપરછ માટે ૧૧ દિવસના એનઆઈએ કસ્ટોડિયલ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, આ વિદેશીઓ કાયદેસરના વિઝા પર ભારતમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગેરકાયદેસર રીતે સુરક્ષિત વિસ્તાર ગણાતા મિઝોરમમાં પ્રવેશ્યા અને ત્યાંથી સરહદ પાર કરીને મ્યાનમાર પહોંચ્યા હતા. મ્યાનમારમાં તેઓએ ભારતના નોર્થ ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) વિસ્તારના બળવાખોર સંગઠનો સાથે જોડાયેલા વંશીય આતંકવાદી જૂથોનો સંપર્ક કર્યો હતો.
આરોપીઓ યુરોપથી વાયા ભારત થઈને ડ્રોનનો મોટો જથ્થો લાવ્યા હોવાનો આરોપ છે. તેઓ મ્યાનમારમાં આતંકવાદીઓને ઘાતક હથિયારો અને ડ્રોન ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ત્રણ યુક્રેનિયન નાગરિકોને દિલ્હીથી, અન્ય ત્રણને લખનૌથી અને એક અમેરિકન નાગરિકને કોલકાતાથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંધ બારણે થયેલી કોર્ટની સુનાવણીમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા ગંભીર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશનથી દેશવિરોધી ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
