<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઈલ્સને સ્તન કેન્સર: ટ્રમ્પે તેમના મજબૂત મનોબળ અને કામગીરી ચાલુ રાખવાના નિર્ણયની પ્રશંસા કરી

વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઈલ્સને સ્તન કેન્સરનું નિદાન થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓ વ્હાઇટ હાઉસમાં રહીને જ સારવાર લેશે અને પોતાની ફરજો બજાવતા રહેશે.

વોશિંગ્ટનથી મળતા સત્તાવાર અહેવાલો મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ અને તેમના સૌથી નજીકના સલાહકાર સુઝી વાઈલ્સને પ્રારંભિક તબક્કાના સ્તન કેન્સરનું નિદાન થયું છે. ૬૮ વર્ષીય સુઝી વાઈલ્સે આ પડકારનો તાત્કાલિક સામનો કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ સારવારની સાથે-સાથે પોતાની વહીવટી જવાબદારીઓ પણ નિભાવતા રહેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાઈલ્સની હિંમતની પ્રશંસા કરતા લખ્યું કે, "સુઝી એક અદ્ભુત વ્યક્તિ અને અત્યંત મજબૂત નેતા છે. તેમની તબીબી ટીમ ઉત્તમ છે અને રિકવરીની શક્યતાઓ પણ ઘણી સારી છે." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે સારવાર દરમિયાન સુઝી મોટાભાગનો સમય વ્હાઇટ હાઉસમાં જ વિતાવશે, જે એક રાષ્ટ્રપતિ તરીકે તેમના માટે આનંદની વાત છે કારણ કે સુઝી વહીવટના મુખ્ય સ્તંભ સમાન છે. મેલાનિયા ટ્રમ્પ અને રાષ્ટ્રપતિએ સુઝીને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે વહેલું નિદાન થવાને કારણે તેમની સ્થિતિ સ્થિર છે અને ટૂંક સમયમાં જ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવી આશા છે. 

 

(9:37 AM IST)