<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

૩૨.૪ લાખ સિલિન્‍ડર ભરાય એટલો LPG લઈને શિવાલિક આવી પહોંચ્‍યું

નવી દિલ્‍હી તા.૧૭: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે લિક્‍વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) વાહક શિવાલિક જહાજ કતરથી ગેસ લઈને ગઈ કાલે સાંજે પાંચ વાગ્‍યે ગુજરાતના મુન્‍દ્રા બંદર પર પહોંચ્‍યું હતું. આ જહાજ ૧૪ માર્ચે હોર્મુઝ સ્‍ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્‍યું હતું. મિડલ ઈસ્‍ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે ભારત પહોંચનારું આ પહેલું LPGજહાજ છે. શિવાલિક જહાજમાં લગભગ ૪૬ હજાર મેટ્રિક ટન LPGભરેલો છે, જે લગભગ ૩૨.૪ લાખ ઘરેલુ ગેસ-સિલિન્‍ડરની સમકક્ષ હોવાનું કહેવાય છે.

શિપિંગ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર આજે વધુ બે જહાજો ભારત પહોંચી રહ્યાં છે. પહેલું જહાજ નંદા દેવી લગભગ ૪૬,૦૦૦ ટન LPGલાવી રહ્યું છે, જ્‍યારે બીજું જહાજ જગ લાડકી લગભગ ૮૧,૦૦૦ ટન ક્રૂડ ઓઇલ લાવી રહ્યું છે.

 

(9:54 AM IST)