<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ટિક્કી ખાવા મામલે લગ્નમાં ખુરશી ઉછળીઃવરરાજાને પણ માર પડયો

ઈટાવા,તા.૧૭: આમ તેમ દોડતા લોકો અને ઉછળતી ખુરશીઓ. આ કોઈ જંગનું મેદાન નહીં પરંતુ લગ્ન સમારંભ છે. ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્‍લામાં આયોજિત એક લગ્ન સમારંભ જંગનું મેદાન બની ગયો હતો. ટિક્કી ખાવાની બાબતે વિવાદ થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. નવાઈની બાબત તો એ પણ છે કે કેટલાક લોકોના ટોળાએ વરરાજાને પણ માર માર્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઉલ્‍લેખનીય છે કે ઘટના અંગેની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને પરિસ્‍થિતિને કંટ્રોલમાં લીધી હતી. આ ઘટનામાં કેટલીક ખુરશીને નુકસાન પહોંચ્‍યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ લગ્ન સમારંભની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે

(1:48 PM IST)