હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંગળ પર જીવન માટે જરૂરી શુદ્ધ સલ્ફરની શોધે વૈજ્ઞાનિક રહસ્ય વધાર્યુ
લાલ ગ્રહ પર પીળા ક્રિસ્ટલની આકસ્મિક શોધ : નાસાના ક્યુરિયોસિટી રોવરની શોધથી મંગળ પર અબજો વર્ષ અગાઉ પાણીના અસ્તિત્વ વિશે વધુ જાણકારી મળશે

નવી દિલ્હી,તા.૧૭: નાસાનું ક્યુરિયોસિટી રોવર મંગળ ગ્રહની સપાટી પર ફરતા ફરતા એક સાધારણ દેખાતા ખડક પર ચઢી ગયું. લગભગ ૮૯૯ કિલો વજનના આ રોવરના દબાણથી ખડક તુટી પડતા તેની અંદરથી પીળા રંગના ચમકદાર સ્ફટિકો નજરે પડ્યા. વિજ્ઞાનીઓએ આ ચમકદાર ક્રિસ્ટલ શુદ્ધ સલ્ફર હોવાનું શોધી કાઢ્યું, જેને સામાન્ય ભાષામાં બ્રિમસ્ટોન કહેવામાં આવે છે. મંગળ પર અગાઉ સલ્ફેટ મળી આવ્યા હતા, પણ શુદ્ધ સલ્ફરનું આ પ્રથમ પ્રમાણ છે, જેનાથી વિજ્ઞાનીઓમાં આヘર્ય ફેલાયું છે. જીવન માટેના જરૂરી ઘટક શુદ્ધ સલ્ફરની શોધે વિજ્ઞાનીઓને આヘર્યમાં મુકી દીધા છે.
આ શોધ મંગળ પર સ્થિત ગેડિઝ વેલિસ ચેનલ નામના ક્ષેત્રમાં થઈ છે, જે ક્યારેક એક પ્રાચીન નદીનો માર્ગ હોવાનું માનવામાં આવે છે. અબજો વર્ષ અગાઉ અહીં પાણી વહેતું હતું અને એ જ કારણે વિજ્ઞાનીઓ માટે આ વિસ્તાર મહત્વપૂર્ણ છે. જ્યારે ક્યુરિયોસિટી આ પ્રાચીન નદી ચેનલમાં આગળ વધી રહ્યું હતું ત્યારે તેણે અજાણતા જ આ ખડકને કચડી નાખ્યો. વિજ્ઞાનીઓએ જોયું કે આસપાસ અનેક એવા ખડકો મોજૂદ છે જે બહારથી તો સાધારણ લાગે છે, પણ તેની અંદર શુદ્ધ સલ્ફર હોઈ શકે છે.
ક્યુરિયોસિટી મિશનના વિજ્ઞાની અશ્વિન વસાવડાએ આ શોધની સરખામણી રણમાં અચાનક વીરડી મળવા સાથે કરી. તેમના મતે આ વિસ્તારમાં એવું વાતાવરણ નજરે નથી પડતું જેનાથી શુદ્ધ સલ્ફર બની શકે. સામાન્યપણે મંગળ પર સલ્ફેટ મળી આવે છે, જે ત્યારે બને છે જ્યારે પાણીમાં ધોવાયેલું સલ્ફર સુકાઈ ગયા પછી નમકના રૂપમાં રહી જાય છે. પણ શુદ્ધ સલ્ફર બનવા માટે વિશેષ ભૌગોલિક પરિસ્થિતિની જરૂર પડે છે, જે' અહીં સ્પષ્ટ રૂપે નથી દેખાતી.
ઉલ્લેખનીય છે કે સલ્ફર જીવન માટે એક મહત્વપૂર્ણ તત્વ માનવામાં આવે છે & કારણ કે તે બે આવશ્યક એમિનો એસિડના નિર્માણમાં ભૂમિકા નિભાવે છે, જે પ્રોટિન બનાવવા માટે જરૂરી છે. જો કે મંગળ પર સલ્ફેટની હાજરીને કારણે વિજ્ઞાનીઓને જાણ હતી કે અહીં જીવન માટે જરૂરી રાસાયણિક તત્વ મોજુદ હોઈ શકે છે. છતાં પણ આ નવી શોધથી એવો સંકેત મળ્યો છે કે મંગળનો રાસાયણિક અને જળ સંબંધિત ઈતિહાસ અગાઉથી વધુ જાટિલ અને રોચક રહ્યો હશે.
ક્યુરિયોસિટી રોવરમાં લગાડવામાં આવેલા શક્તિશાળી ઉપકરણો ખડકો અને અધ્યાય ખોલી રહી છે. ખનિજોનું વિસ્તૃત વિશ્લેષણ કરી શકે છે. જો રોવર આ ખડક પરથી પસાર ન થાત, તો સંભવ છે કે શુદ્ધસલ્ફરની શોધ કરવામાં વધુ સમય લાગી ગયો હોત. હવે વિજ્ઞાનીઓ કમ્પ્યુટર મોડલિગ દ્વારા એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આ સલ્ફર અહીં કેવી રીતે બન્યું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
