<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

તમારા વિના નહીં રહી શકું: આવું કહેતી પત્‍ની પ્રેમી સાથે પકડાઈ

આકાશ કુમારે પોતાની પત્‍ની મહિમાને તેના પ્રેમી મૃદુલ સાથે એક હોટલમાંથી રંગે હાથ પકડી પાડી!

અલીગઢ તા.૧૭: ઉત્તર પ્રદેશના અલીગઢમા એક હોટલના રૂમ નંબર ૩૦૨માં એક મહિલા પોતાના બોયફ્રેન્‍ડ સાથે પકડાઈ ગઈ. મહિલાને કોઈ બીજાએ નહીં પણ તેના પતિએ જ પકડી પાડી હતી. તેણે પોલીસને પણ બોલાવી લીધી, જેના કારણે હોટલમાં હાઈ વોલ્‍ટેજ ડ્રામા જોવા મળ્‍યો.

પતિએ કહ્યું કે, સાડા ૩ વર્ષ પહેલા મારા લવ મેરેજ થયા હતા. છોકરી ખુદ મારી પાછળ પડી હતી. કહેતી હતી કે, મારે તમારું થવું છે. હું તમારા વિના રહી શકીશ નહીં, પણ હવે તે પોતાના પ્રેમી મૃદુલ ઉર્ફ નિખિલ સાથે ફરી રહી છે. મેં તેને વાંધાજનક હાલતમાં હોટલમાંથી પકડી છે. મને ફસાવવા માટે દહેજનો કેસ પણ કરી દીધો છે. જ્‍યારે અમે તો પ્રેમ લગ્ન કર્યા છે, કોઈ લેવડદેવડ થઈ જ નથી.

વિવાદ ત્‍યારે શરૂ થયો, જ્‍યારે આકાશને પત્‍નીના અફેરની ખબર પડી. નવેમ્‍બરથી તે પિયરમાં રહેતી મહિલા કાલે પોતાના પ્રેમી સાથે રામઘાટ રોડ પર આવેલી એક હોટલના રૂમ નંબર ૩૦૨માં આવી હતી. પીછો કરી રહેલા પતિએ ૧૧૨ નંબર ડાયલ કરી પોલીસને પણ સૂચના આપી હતી. જે બાદ બધાને પોલીસ ચોકીએ લઈ ગયા હતા.

આકાશે જણાવ્‍યું કે તે પોતાની બહેનના સંબંધીના ત્‍યાં અલીગઢ આવ્‍યો હતો, ત્‍યારે તેણે પત્‍નીને મૃદુલ સાથે જોઈ. તે બંનેનો પીછો કરતા હોટલ સુધી પહોંચી ગયો. આકાશના જણાવ્‍યા અનુસાર, લગ્ન બાદથી મહિલા સતત મૃદુલ સાથે કોન્‍ટેક્‍ટમાં હતી. ના પાડે તો ઘરમાં ઝઘડા કરતી હતી અને ખોટી કસમ ખાતી હતી.

નવાઈની વાત એ છે કે મહિલાએ પતિ પર ૭ લાખ રૂપિયા અને ભારે ભરકમ દહેજનો ખોટો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. આકાશનું કહેવું છે કે તેમને લવ મેરેજ થયા હતા અને મહિમાએ લગ્ન માટે પ્રેશર બનાવ્‍યું હતું. પતિનો આરોપ છે કે પત્‍ની તેને હંમેશા ડિપ્રેશનમાં રાખતી હતી અને અફેરની વાત ફગાવી દેતી હતી પણ હવેની ઘટનાએ તમામ સત્‍ય સામે લાવી દીધું છે.

(10:48 AM IST)