હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સામેના જંગમાં 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા : ઘાયલ અમેરિકન સૈનિકોની સંખ્યા વધીને 200ની નજીક પહોંચી
આ સૈનિકો કુવૈત, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, બહેરીન, ઈરાક અને ઈઝરાયેલમાં સ્થિત અમેરિકી મથકો પર થયેલા હુમલામાં ઘાયલ થયા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો ભીષણ જંગ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના આ સંઘર્ષને કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધની આગમાં હોમાયો છે. આ યુદ્ધમાં ત્રણેય પક્ષોને સૈન્ય અને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઈરાન સામેના જંગમાં ઘાયલ થયેલા અમેરિકન સૈનિકોની સંખ્યા વધીને હવે 200ની નજીક પહોંચી ગઈ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના અહેવાલ અનુસાર, ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. ઘાયલ થયેલા 200 સૈનિકોમાંથી મોટાભાગનાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમાંથી 180 સૈનિકો સારવાર બાદ ફરી ફરજ પર જોડાઈ ગયા છે, જ્યારે 10 સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સૈનિકો કુવૈત, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, બહેરીન, ઈરાક અને ઈઝરાયેલમાં સ્થિત અમેરિકી મથકો પર થયેલા હુમલામાં ઘાયલ થયા હતા.
ઈરાને માત્ર સૈન્ય મથકો જ નહીં, પરંતુ રાજદ્વારી મિશન, હોટલ, એરપોર્ટ અને અખાતી દેશોના ઉર્જા માળખાને પણ નિશાન બનાવ્યા છે. બીજી તરફ, અમેરિકાએ પણ વળતો પ્રહાર કરતા ઈરાનમાં 7,000 થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. આ જંગમાં અમેરિકાના અત્યાધુનિક ગણાતા એક ડઝન જેટલા 'MQ-9 રીપર' ડ્રોન પણ નષ્ટ થયા છે. 50,000 ફૂટની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવતા આ ડ્રોન ગુપ્ત માહિતી એકત્ર કરવા અને મિસાઈલ હુમલા કરવા માટે જાણીતા છે. મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલો આ તણાવ હવે વિશ્વ શાંતિ માટે ખતરો બની રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
