હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુબઈ-દોહા ધણધણી ઉઠ્યા : મિસાઇલ હુમલા બાદ દરિયામાં ટેન્કર સાથે ટકરાયો કાળ
ખાડી દેશોના આકાશમાં ડ્રોન અને મિસાઇલોનો વરસાદ થતાં પ્રવાસન અને વેપારના કેન્દ્ર ગણાતા શહેરોમાં ભયનો માહોલ

દુબઈ, તા.૧૭: મધ્ય પૂર્વના દેશોમાં અત્યારે શાંતિ જાણે મળગજળ બની ગઈ છે. મંગળવારે વહેલી સવારે દુબઈ અને દોહા જેવા ગ્લેમરસ શહેરો મિસાઇલ ચેતવણીના સાયરન અને શક્તિશાળી વિસ્ફોટોના અવાજથી ગાજી ઉઠ્યા હતા. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલી ‘પ્રોક્સી વોર' હવે સીધી જંગમાં ફેરવાઈ હોય તેમ લાગી રહ્યું છે. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમના પૂર્વ ભાગમાં દુશ્મન દેશના ડ્રોન ઘૂસી આવ્યા હતા, જેને તોડી પાડવા માટે સાઉદી દળોએ હવામાં જ પ્રચંડ મારો કર્યો હતો. એકસાથે છ ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલે સાબિત કર્યું છે કે હવે કોઈ પણ દેશ આ યુદ્ધની ઝપેટમાંથી સુરક્ષિત નથી.
દરમિયાન, દરિયાઈ માર્ગે થતા વૈશ્વિક વેપાર પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ઓમાનના અખાતમાં ફુજૈરાહ નજીક લંગરાયેલા એક વિશાળ ઓઈલ ટેન્કર પર મિસાઇલ ત્રાટકતા દરિયામાં અફરાતફરી મચી ગઈ હતી. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના જણાવ્યા અનુસાર, આ હુમલામાં જહાજને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઈરાન સાથેના સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આશરે ૨૦ જેટલા જહાજો નિશાન બન્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો જળમાર્ગ હવે યુદ્ધનું મેદાન બની જતાં ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં પણ મોટો ઉછાળો આવવાની દહેશત વર્તાઈ રહી છે.
બીજી તરફ, ઈરાકનું પાટનગર બગદાદ પણ આ હિંસાની આગમાં બળી રહ્યું છે. બગદાદ એરપોર્ટ પાસે આવેલી અમેરિકી રાજદ્વારી સુવિધા પર ફરી એકવાર રોકેટ હુમલા થયા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, યુએસ દૂતાવાસને નિશાન બનાવીને છોડવામાં આવેલા ડ્રોન અને રોકેટને કારણે સમગ્ર વિસ્તારમાં હાઈપ્રએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ કટોકટી હવે માત્ર પ્રાદેશિક નથી રહી, પરંતુ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતી ચિનગારી સમાન બની ગઈ છે. આ આર્થિક અને લશ્કરી અસ્થિરતા વચ્ચે દુબઈ અને દોહામાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
