હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમને પૂછીને શરૂ કર્યુ હતું ? : ઈરાન યુદ્ધમાં ટ્રમ્પને જર્મનીનો જોરદાર ફટકો
ચાન્સેલર મર્ઝની સ્પષ્ટ ‘ના' ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ મિત્ર દેશોના દ્વાર ખખડાવ્યા

બર્લિન, તા.૧૭: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઈરાન સાથેનું યુદ્ધ હવે મુત્સદ્દીગીરીની કસોટી સમાન બની ગયું છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે બર્લિનમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્રને આકરો ઝટકો આપતા સ્પષ્ટ કર્યું છે કે જર્મની આ સંઘર્ષમાં સામેલ થશે નહીં. મર્જે તીખા લહેજામાં પ્રશ્ન કર્યો હતો કે શું ઈરાન પર હુમલો કરતા પહેલા જર્મની કે અન્ય સાથી દેશોની સહમતી લેવામાં આવી હતી? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ અમેરિકા અને ઈઝરાયેલનો વ્યક્તિગત મામલો હોઈ શકે છે, પરંતુ તે નાટો (NATO) ગઠબંધનની જવાબદારીમાં આવતું નથી, તેથી જર્મની પોતાની સેના મોકલશે નહીં.
જર્મનીની આ આકરી પ્રતિક્રિયા બાદ યુરોપિયન દેશોમાં પણ બે ફાટા પડતા દેખાઈ રહ્યા છે. સ્પેન અને ઈટાલીએ પણ જર્મનીના માર્ગે ચાલીને આ સૈન્ય મિશનથી અંતર જાળવી રાખ્યું છે, જ્યારે બ્રિટન અને ડેનમાર્ક હજુ મજધારમાં છે. માત્ર ફ્રાન્સે જ અમેરિકાને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. ચાન્સેલર મર્જે મિશાઇલ અને બોમ્બમારાને બદલે શાંતિપૂર્ણ સંવાદનો માર્ગ અપનાવવા ટ્રમ્પને સલાહ આપી છે. તેમણે કહ્યું કે માત્ર હુમલાઓ કરવાથી સત્તા પરિવર્તન લાવી શકાતું નથી, તેના માટે એક નક્કર અને લાંબાગાળાની રાજકીય વ્યૂહરચના હોવી જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જર્મનીનો આ ઈન્કાર ટ્રમ્પની ઁઅમેરિકા ફર્સ્ટઁની નીતિ સામે મોટો પડકાર માનવામાં આવે છે. કેનેડા અને નોર્વે જેવા દેશોએ પણ યુદ્ધ ખતમ કરવા માટેની બ્લુપ્રિન્ટ માંગી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકા અત્યારે એકલું પડી રહ્યું છે. મર્ઝના આ વલણથી પ?મિી દેશોના ગઠબંધનમાં તિરાડ પડતી દેખાય છે, જેની સીધી અસર મધ્ય પૂર્વના યુદ્ધના પરિણામો પર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સાથી દેશોના આ વિરોધ વચ્ચે ટ્રમ્પ પોતાની યુદ્ધની જીદ પર કાયમ રહે છે કે પછી વાતચીતનો ટેબલ પર પાછા ફરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
