હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મળાશયમાં પ્રાઇવેટ પાર્ટમાં ફસાયેલી એક લીટરની પાણીની બોટલ સર્જરી કરીને કાઢવી પડી
ઉત્તર પ્રદેશના આગરામાં એક યુવાને ઘડીભરની મજા માટે એવું કામ કરી નાખ્યું કે પછી તે લગભગ ૩૬ કલાક પીડાથી કણસતો રહ્યો

આગરા તા.૧૭: ઉત્તર પ્રદેશના આગરામાં એક યુવાને ઘડીભરની મજા માટે એવું કામ કરી નાખ્યું કે પછી તે લગભગ ૩૬ કલાક પીડાથી કણસતો રહ્યો. વાત એમ હતી કે તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં એક લીટરની પાણીની બોટલ ખોસી દીધી હતી. ૩૮ વર્ષનો પરણેલો યુવક મંગળવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો ત્યારે ન તો તેનાથી ચાલી શકાતું હતું કે ન બેસી શકાતું હતું. ડોક્ટરોએ એક્સ-રે કર્યો તો ખબર પડી કે પાણીની બોટલ મળાશયમાં ખાસ્સી ઊંડે સુધી ઊતરી ગઈ છે. આ યુવકને ઍનલ ઇરોટિસિઝમ નામનો સાઇકો-સેક્સ્યુઅલ ડિસઓર્ડર હતો. એને કારણે તે ગુદાદ્વારમાં સ્ટિમ્યુલેશન માટે કંઈ પણ અંદર નાખી દેવાની આદત ધરાવતો હતો. ડોક્ટરોએ બોટલ કાઢવા માટે સર્જરી કરી જે દોઢ કલાક ચાલી. એમાં તેના ગુદાદ્વારને પણ નુકસાન થયું હતું. ડોક્ટરનું કહેવું છે કે ઍનલ ઇરોટિસિઝમ એ કોઈ બીમારી નથી પરંતુ એવી સમસ્યા છે જેમાં દેખીતી રીતે વ્યક્તિ સામાન્ય જ હોય છે, પરંતુ તેની જાતીય આનંદ લેવાની પ્રવૃત્તિઓ ગુદાદ્વાર સાથે સંકળાયેલી હોય છે. તેને એમાં જ આનંદ મળતો હોવાથી આવા યુવાનો ગુદામાં કંઈ પણ ચીજો અંદર નાખી દે એવું બને છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
