<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બુલીયન માર્કેટમાં ફરી તેજી : ચાંદીમાં ૬,૦૦૦ અને સોનામાં ૧૭પ૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૬૦,૦૦૦અને સોનાના ભાવ ૧,૬૧,૭પ૦ રૂા. થયા

 

 

રાજકોટ, તા., ૧૭: બુલીયન માર્કેટમાં  સતત મંદી બાદ આજે ફરી તેજી જોવા મળી  હતી. ચાંદીમાં ૬૦૦૦ અને સોનામાં ૧૭પ૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૬,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી (૧કિલો)ના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૬૦,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે ચાંદીમાં ૮૦૦૦ રૂા.નુ ગાબડુ પડયા બાદ આજે ફરી ભાવવધારો થયો હતો.

ચાંદીની સાથે સોનામાં પણ  તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૭પ૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૧,૭પ૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૭,પ૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૬,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૧૭,પ૦૦ રૂા. થયા છે.

(3:38 PM IST)