News of Tuesday, 17th March 2026
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ શું ‘ગે' છે?
બાળપણના શિક્ષક સાથેના સંબંધો વિશે અમેરિકન રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ડોનાલ્ડ ટ્રમ્પ પણ આヘર્યમાં પડી ગયા અને હસવા લાગ્યા હતા

વોશીંગટન તા.૧૭: ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને ઈરાનને નેસ્તનાબુદ કરવા માગે છે, ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા આ તણાવ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમેરિકી એજન્સીઓના જણાવ્યા મુજબ, મોજતબા ખામેનેઈ સમલૈંગિક એટલે કે ગે છે અને તેમના બાળપણના પુરુષ શિક્ષક સાથે સંબંધ હતા. આ માહિતી ડોનાલ્ડ ટ્રમ્પને એક ઇન્ટેલિજન્સ બ્રીફિગ દરમિયાન આપવામાં આવી હતી, જેમાં ટ્રમ્પ આ વાત સાંભળીને હસી પડ્યા. ઈરાનના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઈ વિશેના આ સમાચાર હાલમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને ન્યૂયોર્ક પોસ્ટ અને અન્ય પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીઓએ આ અંગેના ગંભીર દાવાઓ કર્યા છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, આ બ્રીફિગ ગયા અઠવાડિયે થઈ હતી, જેમાં વ્હાઈટ હાઉસ અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ હાજર હતા. એક સૂત્રના જણાવ્યા મુજબ, ટ્રમ્પને જ્યારે મોજતબા ખામેનેઈ વિશે આ માહિતી આપવામાં આવી, ત્યારે તેઓ આヘર્યતા સાથે હસવા લાગ્યા હતા. રૂમમાં હાજર અન્ય લોકો પણ હસી પડ્યા હતા. જો કે, એક વરિષ્ઠ ઇન્ટેલિજન્સ અધિકારી તો ઘણા દિવસથી આ વાત પર હસી રહ્યા છે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, અમેરિકી એજન્સીઓ આ દાવાને ફક્ત અફવા નહીં, પણ વિશ્વસનીય માને છે, જોકે હજુ સુધી કોઈ ફોટોગ્રાફિક પુરાવા સામે આવ્યા નથી. એક સૂત્રએ જણાવ્યું છે કે, આ માહિતી ખૂબ જ વિશ્વસનીય સોર્સમાંથી મળી છે, જેના કારણે એજન્સીઓનો વિશ્વાસ ઝળહળી રહ્યો છે.
એક અન્ય સૂત્રના જણાવ્યા અનુસાર, આ માહિતી સૌથી ઉપરના સ્તરે પહોંચી ગઈ છે, એટલે એવું કહી શકાય કે તેમાં કોઈ વિશ્વાસ છે. રિપોર્ટ મુજબ, અમેરિકાની ગુપ્ત એજન્સીઓનું માનવું છે કે, મોજતબા ખામેનેઈના તેમના બાળપણના શિક્ષક સાથે લાંબા સમય સુધી સંબંધ રહ્યા હોઈ શકે છે. રિપોર્ટમાં સામેલ બે સૂત્રોએ કહ્યું છે કે, આ સંબંધ ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો, જ્યારે એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, આ એજ વ્યક્તિ હતો જે પહેલા ખામેનેઈ પરિવાર માટે કામ કરતો હતો.
રિપોર્ટ મુજબ, ઈરાનમાં મોજતબા ખામેનેઈની સમલૈંગિકતા અંગેની ચર્ચા થોડા સમયથી ચાલી રહી હતી. મે ૨૦૨૪માં થયેલા હેલિકોપ્ટર અકસ્માત પછી, જેમાં ઈબ્રાહીમ રઈસીનું મૃત્યુ થયું હતું, મોજતબા ખામેનેઈના વ્યક્તિગત જીવન અંગે ચર્ચા વધુ તેજ થઈ હતી. રઈસીને વરિષ્ઠ ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતો હતો.
રિપોર્ટમાં જૂના દસ્તાવેજોનો પણ ઉલ્લેખ છે, જેમાં વિકીલીક્સ દ્વારા પ્રકાશિત એક ડિપ્લોમેટિક કેબલ છે. તેમાં જણાવાયું હતું કે, ઈરાનના સુપ્રિમ લીડર સારવાર માટે યુકે ગયા હતા, જે નપુંસકતા સંબંધિત સમસ્યા હતી.
અમેરિકી વિદેશ મંત્રાલયના દસ્તાવેજ મુજબ, મોજતબા ખામેનેઈએ લગભગ ૩૦ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા, જે ઈરાનમાં લેટ માનવામાં આવે છે. તેમને અનેક વખત લંડન સારવાર માટે જવું પડ્યું હતું. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ખાસ વાત એ છે કે ઈરાનમાં સમલૈંગિકતા ગેરકાયદેસર છે અને સમલૈંગિક સંબંધો માટે કડક કાનૂની સજા થઈ શકે છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
