હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

ભુવનેશ્વર : રાજ્યસભાની 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ઓડિશા અને હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને 'ક્રોસ વોટિંગ' કરતા કોંગ્રેસ હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. ઓડિશામાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કોંગ્રેસે તેના ત્રણ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
ઓડિશામાં કોંગ્રેસ-બીજેડી ગઠબંધનને મોટો ફટકો
ઓડિશામાં કોંગ્રેસે રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદૌસને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. આ ત્રણેય ધારાસભ્યોએ પક્ષના સત્તાવાર ઉમેદવારને બદલે ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રાયની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસ અને બીજેડીના સંયુક્ત ઉમેદવારની હાર થઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભક્ત ચરણ દાસે આ બાબતે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને આ ત્રણેયને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.
હરિયાણામાં 16 કલાક સુધી ચાલ્યો ચૂંટણી ડ્રામા
હરિયાણાની બે બેઠકો પર પણ સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. અહીં ભાજપના સંજય ભાટિયા અને કોંગ્રેસના કર્મવીર બૌધ વિજેતા બન્યા છે, પરંતુ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ હવે આ પાંચેયને કારણદર્શક નોટિસ ફટકારવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, હરિયાણા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રામ કિશન ગુર્જરે પક્ષ છોડી દેતા હરિયાણા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. તેમની પત્ની શૈલી ચૌધરી પણ ટૂંક સમયમાં પક્ષને અલવિદા કહી શકે છે.
NDA ની ભવ્ય જીત અને વિપક્ષની ચિંતા
16 માર્ચે યોજાયેલી આ ચૂંટણીમાં 11 બેઠકોમાંથી 9 બેઠકો પર NDA ના ઉમેદવારો અથવા તેમના સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ અને બીજેડી માત્ર એક-એક બેઠક જીતી શક્યા છે. બિહારમાં પણ મહાગઠબંધનને ત્રણ બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે. આ પરિણામોએ આવનારી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા અને પક્ષના આંતરિક અનુશાસન સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
અત્યારે તો કોંગ્રેસ તેના બાગી ધારાસભ્યો સામે કાયદાકીય અને પક્ષીય સ્તરે કડક કાર્યવાહી કરીને અન્ય નેતાઓને કડક સંદેશ આપવા માંગે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM