હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નોરા ફતેહીનું નવું ગીત બન્યું ગળાનું હાડકું: 'સરકે ચુનર તેરી' ના બિભત્સ શબ્દોથી ગીતકાર રકીબ આલમ આઘાતમાં; કહ્યું- 'મેં આવા ગંદા ગીતો નથી લખ્યા, હું અપમાનિત અનુભવું છું!'
કન્નડ ફિલ્મ 'KD: ધ ડેવિલ' ના હિન્દી ગીત પર નેટીઝન્સનો ભારે રોષ: ડબલ મિનિંગ શબ્દો અને અશ્લીલ કોરિયોગ્રાફીને કારણે નિર્માતાઓ માફી માંગવા મજબૂર; હવે 'ક્લીન વર્ઝન' સાથે ગીત ફરી રિલીઝ થશે.

મુંબઈ : બોલિવૂડ ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી અને સંજય દત્તનું લેટેસ્ટ ટ્રેક 'સરકે ચુનર તેરી સરકે' હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાને બદલે વિવાદોને કારણે ચર્ચામાં છે. આ ગીતમાં વપરાયેલા બિભત્સ શબ્દો અને ડબલ મિનિંગ સંવાદોને કારણે ફિલ્મ 'KD: ધ ડેવિલ' ના મેકર્સને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદમાં હવે ગીતકાર રકીબ આલમે ચોંકાવનારો ખુલાસો કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
"મેં ના પાડી હતી છતાં ગંદા શબ્દો રાખ્યા"
ગીતકાર રકીબ આલમે સ્પષ્ટતા કરી છે કે આ ગીતના વિવાદાસ્પદ શબ્દો તેમણે લખ્યા નથી. તેમણે જણાવ્યું કે, "જ્યારે મને આ પ્રકારના શબ્દો લખવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેં નિર્માતાઓને ચેતવણી આપી હતી કે આવા ગીતો સેન્સરશીપમાં ફસાશે. પરંતુ તેમણે મને માત્ર કન્નડ શબ્દોનો શાબ્દિક અનુવાદ કરવાનું કહ્યું હતું. 'ચોસેગા' અને 'ચાતેગા' જેવા શબ્દો મૂળ સંસ્કરણમાં હતા જેનો મેં વિરોધ કર્યો હતો."
અપમાનિત અનુભવી રહ્યા છે ગીતકાર
'પુષ્પા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ગીતો લખનાર રકીબ આલમ આ ગીતને કારણે પોતાને અપમાનિત અનુભવી રહ્યા છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગીતના અંતે ખબર પડે છે કે આ બધું દારૂની બોટલ વિશે છે, પરંતુ ત્યાં સુધીમાં બધું એટલું 'ગંદુ' પીરસવામાં આવ્યું છે કે સાંભળવું મુશ્કેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ અર્થપૂર્ણ ગીતો લખે છે ત્યારે કોઈ ધ્યાન નથી આપતું, પણ આવા વિવાદોમાં તેમનું નામ ખરાબ થાય છે.
નિર્માતાઓ માફી માંગશે અને નવું ગીત આવશે
સોશિયલ મીડિયા પર વધતા વિરોધને પગલે હવે ફિલ્મના નિર્માતાઓએ નમતું જોખ્યું છે. રકીબ આલમે મંગળવારે સવારે આ ગીતનું એક નવું અને 'સ્વચ્છ' (Clean Version) સંસ્કરણ લખીને સબમિટ કર્યું છે. જેનું રેકોર્ડિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મંગળવારે સાંજે નિર્માતાઓ એક જાહેર માફી પત્ર સાથે આ ગીતનું સુધારેલું સંસ્કરણ રિલીઝ કરશે.
નોરા ફતેહીના આ ગીતે ફરી એકવાર ફિલ્મોમાં વધતી અશ્લીલતા અને ડબલ મિનિંગ ગીતો સામે એક નવી ચર્ચા છેડી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
