હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

બેંગ્લોર તા.૧૮: કર્ણાટકમાં એક ૭૩ વર્ષીય વૃદ્ધપતિના અન્ય મહિલા સાથે સંબંધને લઈને પત્ની કોર્ટમાં પહોંચી હતી. પત્નીએ પતિ પર પહેલી પત્ની જીવીત હોવા છતા બીજી પત્ની રાખવા એટલે કે બિગેમીનો આરોપ લગાવ્યો હતો.
મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેના પતિના અનેક મહિલાઓ સાથે સંબંધ છે, પ્રાઇવેટ ફરિયાદમાં પત્નીએ પોતાના પતિ અને એક મહિલાને આરોપી બનાવી હતી. સાથે જ પોતાના પુત્રને પણ ચુપ રહેવા બદલ આરોપી બનાવ્યો હતો. મહિલાનો દાવો હતો કે મારા પતિના સરકાયદે સંબંધ છે જેને લઈને મારો પુત્ર ચુપ રહ્યો છે. મહિલાએ આવો દાવો કર્યો હતો કે તેનો પતિ પહેલી પત્ની હોવા છતા બીજા લગ્ન કરીને જીવન જીવી રહ્યો છે. ટ્રાયલ કોર્ટે આ ફરિયાદની નોંધ લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી તેથી પતિ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે પત્નીએ એવો આરોપ લગાવ્યો છે કે તેના પતિએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા છે જે પણ આકેસમાં આરોપી છે, જોકે પત્ની પોતાના આ આરોપોને સાબિત નથી કરી શકી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM