<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

યુદ્ધની અસર પ્‍લાસ્‍ટિકની બંગડીઓના ઉત્‍પાદનનેઃ ૨૩ માર્ચથી ફેક્‍ટરીઓ બંધ કરવાનો નિર્ણય

મુંબઈ,તા.૧૮: ઑલ ઇન્‍ડિયા પ્‍લાસ્‍ટિક બેન્‍ગલ્‍સ મેન્‍યુફેક્‍ચરર્સ અસોસિએશનની તાજેતરમાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં ૨૩ માર્ચથી મુંબઈમાં પ્‍લાસ્‍ટિક બંગડી બનાવતી તમામ ફેક્‍ટરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને પગલે પેટ્રોકેમિકલ્‍સ પ્રોડક્‍ટ્‍સના ભાવ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું અસોસિએશનના પ્રમુખ ઈશ્વર પડિયાએ જણાવ્‍યું હતું. યુદ્ધને પરિણામે પ્‍લાસ્‍ટિક ઉદ્યોગ અને એની સાથે સંકળાયેલા અન્‍ય ઉદ્યોગના ૧૦,૦૦૦ જેટલા કામદારોને ફટકો પડ્‍યો છે. અસોસિએશન ઉદ્યોગમંત્રાલય અને સંલગ્ન વિભાગ સાથે આ સમસ્‍યા વિશે તથા પ્‍લાસ્‍ટિક બંગડી પર ઝીરો ટકા અથવા તો ૩ ટકા ગુડ્‍સ ઍન્‍ડ સર્વિસિસ ટેક્‍સ (GST) લગાડવાની જૂની માગણી પર ફરી રજૂઆત કરશે, જો માગણી નહીં સ્‍વીકારાય તો આંદોલન કરવાની તૈયારી બતાવી છે. 

(4:07 PM IST)