News of Wednesday, 18th March 2026
પ્લેનમાં હવે પસંદગીની સીટ માટે નહીં આપવા પડે વધારાના પૈસા
હવાઈ મુસાફરોની સુવિધા માટે એવિએશન વિભાગે એક નવું પગલુ ઉઠાવ્યું : કોઈપણ ફલાઇટમાં લગભગ ૬૦% જેટલી સીટ્સની પસંદગી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં

નવી દિલ્હી તા.૧૮: ભારતમાં હવાઈ માર્ગે મુસાફરી કરતાં લોકો માટે એક રાહતના સમાચાર છે. ભારતમાં હવાઈ માર્ગે મુસાફરી કરતાં લોકોને હવે છુપા ખર્ચા સામે એક મોટી રાહત મળી શકે છે. કારણ કે હવે સરકારે ફલાઇટમાં પસંદગીની સીટ પસંદ કરવા પર લગતા એકસ્ટ્રા ચાર્જ પર રોક લગાવવા અને તમામ એરલાઇન્સ યાત્રીઓના અધિકારોને વધુ મજબૂત કરવા માટે નવા પગલાં ઉઠાવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને નિર્દેશ કર્યો છે કે તેઓ નક્કી કરે કે તેઓ કોઈપણ ફલાઇટમાં લગભગ ૬૦% જેટલી સીટ્સની પસંદગી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જેનો અર્થ એ થયો કે વેબ ચેક ઇન કે સીટ સિલેક્શન દરમિયાન મુસાફરો પાસેથી લેવામાં આવતા વધારાના ચાર્જ પર રોક લાગશે. ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સરળ, પારદર્શક અને મુસાફરોને અનુકૂળ બનાવવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એરલાઇન્સ દ્વારા લેવામાં આવતા વધારાના શુલ્કને નિયંત્રિત કરવાનો અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. છેલ્લા કેટલાક સમયથી અનેક એરલાઇન્સ ટિકિટ બુકિંગ બાદ અથવા વેબ ચેક-ઇન દરમિયાન પસંદગીની સીટ માટે વધારાની રકમ વસૂલતી હતી, જેને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળતો હતો. હવે DGCAએ સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રથાઓ પર રોક લગાવવામાં આવશે અને મુસાફરોને વધુ ન્યાયસંગત સેવા મળશે
નવા નિર્દેશો મુજબ એરલાઇન્સને સુનિヘતિ કરવું પડશે કે એક જ PNR હેઠળ મુસાફરી કરતા મુસાફરોને શક્ય તેટલી નજીક અથવા બાજુની સીટ્સ ફાળવવામાં આવે. આ પગલું ખાસ કરીને પરિવારો અને ગૃપ માટે રાહતરૂપ બનશે. જેમને ઘણીવાર એકસાથે સીટ્સ મેળવવા માટે વધારાના ખર્ચનો સામનો કરવો પડતો હતો. DGCAએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. જેથી મુસાફરોને અનાવશ્યક આર્થિક ભારથી મુક્તિ મળે અને મુસાફરી વધુ આરામદાયક બને. નિર્દેશોમાં એરલાઇન્સને રમતગમત અને સંગીતના સાધનોના પરિવહન માટે પારદર્શક અને મુસાફરોને અનુકૂળ નીતિઓ બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પાલતુ પ્રાણીઓના પરિવહન અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. કારણ કે આ મુદ્દે મુસાફરોમાં ઘણીવાર ગેરસમજ ઉભી થાય છે. DGCAએ જણાવ્યું છે કે તમામ સેવાઓ સલામતીના નિયમોનું પાલન કરીને આપવામાં આવવી જોઈએ અને મુસાફરોને યોગ્ય માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવી જોઈએ.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
