ઈરાનના નવા સુરક્ષા સુકાનીઃ સઈદ જલીલી સંભાળશે ઈઝરાયેલ સામેના યુદ્ધનું સુકાન
અલી લારીજાનીના મળત્યુ બાદ પરમાણુ વાટાઘાટકાર અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતા જલીલીની નિમણૂકથી પヘમિી દેશોમાં ફફડાટ

તેહરાન, તા.૧૮: ઈરાનના રાજકારણ અને સુરક્ષા ક્ષેત્રે એક મોટો વળાંક આવ્યો છે. ઈઝરાયેલી હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના વિશ્વાસુ સલાહકાર અલી લારીજાનીના મળત્યુની પુષ્ટિ થયા બાદ, હવે સુરક્ષા પરિષદની કમાન સઈદ જલીલીને સોંપવામાં આવી છે. ૬૦ વર્ષીય જલીલી માત્ર એક રાજદ્વારી નથી, પરંતુ ઈરાની ક્રાંતિના ચુસ્ત અનુયાયી માનવામાં આવે છે. ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન પોતાનો જમણો પગ ગુમાવનાર જલીલી તેમના સમર્થકોમાં જીવંત શહીદ તરીકે ઓળખાય છે, જે તેમની કટ્ટર છબી અને દેશ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. તેમની નિમણૂક સાથે જ ઈરાને તેલ અવીવ સહિતના ઈઝરાયેલી શહેરો પર આક્રમક વલણ અપનાવ્યું છે, જે મધ્ય-પૂર્વમાં વધતા તણાવનો સંકેત આપે છે.
મશહાદના એક સામાન્ય પરિવારમાંથી આવતા સઈદ જલીલીનો શૈક્ષણિક અને રાજકીય પ્રવાસ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. ડોક્ટરેટની પદવી મેળવ્યા બાદ શિક્ષણક્ષેત્રે કાર્યરત જલીલીએ વિદેશ મંત્રાલયમાં લાંબો સમય સેવા આપી છે. ખાસ કરીને ૨૦૦૭ થી ૨૦૧૩ દરમિયાન ઈરાનના મુખ્ય પરમાણુ વાટાઘાટકાર તરીકે તેમણે પヘમિી શક્તિઓ સામે ઝૂકયા વગર ઈરાનના હિતોનું રક્ષણ કર્યું હતું. સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ પણ તેમને ઈરાની ક્રાંતિના સાચા વંશજ તરીકે વર્ણવી ચૂકયા છે. તેમની આ કટ્ટરપંથી છબી હવે ઈઝરાયેલ અને અમેરિકા સામેના સંઘર્ષમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
વર્તમાન સંજોગોમાં જલીલીની ભૂમિકા અત્યંત મહત્વની બની ગઈ છે, કારણ કે તેઓ હવે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધ અંગેના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લેશે. ૨૦૧૩ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભલે તેઓ ત્રીજા ક્રમે રહ્યા હોય, પરંતુ ઈરાનના રૂઢિચુસ્ત વર્તુળો અને સેનામાં તેમનો દબદબો હંમેશા અકબંધ રહ્યો છે. લારીજાનીના ઉત્તરાધિકારી તરીકે તેમની પસંદગી એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ઈરાન હવે સંરક્ષણાત્મક રહેવાને બદલે આક્રમક માર્ગ અપનાવવા તૈયાર છે. વિશ્લેષકો માને છે કે જલીલીના નેતળત્વમાં ઈરાન આવનારા દિવસોમાં ઈઝરાયેલ વિરુદ્ધ કોઈ મોટું લશ્કરી ઓપરેશન પાર પાડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
