તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
૪૦% સ્નાતકો હજુ પણ બેરોજગાર, ૪૦ વર્ષનું સૌથી મોટું રોજગાર સંકટ
ભારત જ્યારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના યુવાધન અને રોજગાર ક્ષેત્રે એક અત્યંત ચિંતાજનક ચિત્ર સામે આવ્યું : ઉચ્ચ શિક્ષણ મેળવ્યા હોવા છતાં દર ૧૦ માંથી ૪ યુવા સ્નાતકો આજે પણ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો રિપોર્ટ

નવી દિલ્હી તા.૧૮: ભારત જ્યારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના યુવાધન અને રોજગાર ક્ષેત્રે એક અત્યંત ચિતાજનક ચિત્ર સામે આવ્યું છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા હોવા છતાં દર ૧૦ માંથી ૪ યુવા સ્નાતકો આજે પણ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે ડિગ્રી અને રોજગારક્ષમતા વચ્ચે એક મોટું અંતર સર્જાયું છે.
રિપોર્ટના સૌથી ચોંકાવનારા તારણોમાંનું એક એ છે કે આ કોઈ તાજેતરની મંદી નથી. ૧૯૮૩ થી લઈને ૨૦૨૩ સુધીના આંકડાઓ તપાસતા માલૂમ પડે છે કે સ્નાતકોમાં બેરોજગારીનો દર સતત ૩૫% થી ૪૦% ની વચ્ચે જ રહ્યો છે. આ દર્શાવે છે કે ભારતની શિક્ષણ પ્રણાલી અને બજારની જરૂરિયાતો વચ્ચે છેલ્લા ૪૦ વર્ષથી એક માળખાગત ખામી રહી છે, જે કોઈ પણ સરકાર ઉકેલી શકી નથી.
રિપોર્ટમાં ઉંમર મુજબ બેરોજગારીનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે
૧૫ થી ૨૫ વર્ષની વયના સ્નાતકોઃ આ જૂથમાં બેરોજગારીનો દર લગભગ ૪૦% જેટલો ઉંચો છે.
૨૫ થી ૨૯ વર્ષની વયના સ્નાતકોઃ આ વયજૂથમાં બેરોજગારીનો દર આશરે ૨૦% છે.
આનો અર્થ એ થયો કે યુવાનો જ્યારે તેમની કારકિર્દીની શરૂઆત કરવા માંગે છે, ત્યારે તેમને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જે નસીબદાર સ્નાતકોને નોકરી મળે છે, તેમની સ્થિતિ પણ બહુ સંતોષકારક નથી. રિપોર્ટ અનુસાર મોટાભાગના સ્નાતકોને અસંગઠિત ક્ષેત્ર અથવા ટૂંકા ગાળાની તકો પર નિર્ભર રહેવું પડે છે.
આヘર્યજનક વાત એ છે કે, માત્ર ૭% સ્નાતકો જ એક વર્ષની અંદર કાયમી પગારદાર હોદ્દા મેળવવામાં સફળ રહે છે. બાકીના લોકોએ અનિヘતિતામાં કામ કરવું પડે છે.
ભારત પાસે હાલમાં ૧૫ થી ૨૯ વર્ષની વયના અંદાજે ૩૬૭ મિલિયન લોકો છે, જેને ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે છે. પરંતુ આ તક કાયમી નથી. રિપોર્ટ ચેતવણી આપે છે કે ૨૦૩૦ પછી કામ કરવાની ઉંમર ધરાવતી વસ્તીનો હિસ્સો ઘટવા લાગશે. જો આ સમયગાળામાં ગુણવત્તાયુક્ત નોકરીઓ ન સર્જાય, તો આ વસ્તીનો લાભ લેવાને બદલે તે એક મોટું સામાજિક સંકટ બની શકે છે.
મોંઘવારી અને આર્થિક તંગીના કારણે યુવાનોના શિક્ષણના નિર્ણયો પણ બદલાઈ રહ્યા છે. શિક્ષણમાં નોંધાયેલા યુવાનોનો હિસ્સો ૨૦૧૭ માં ૩૮% હતો, જે ૨૦૨૪ ના અંત સુધીમાં ઘટીને ૩૪% થઈ ગયો છે.
આર્થિક જરૂરિયાત ને કારણે અભ્યાસ છોડનારા યુવાનોની સંખ્યા ૫૮% થી વધીને ૭૨% થઈ ગઈ છે. યુવાનો હવે ભણવાને બદલે પરિવારને ટેકો આપવા માટે નાની-મોટી મજૂરી કરવા મજબૂર બન્યા છે.
કોરોનાકાળ પછી રોજગારીના ક્ષેત્રમાં એક વિચિત્ર બદલાવ જોવા મળ્યો છે. સામાન્ય રીતે અર્થતંત્ર આગળ વધે તેમ લોકો ખેતી છોડીને મેન્યુફેક્ચરિગ કે સર્વિસ સેક્ટરમાં જાય છે, પરંતુ ભારતમાં ઉલટું થયું છે, ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ દરમિયાન ઉમેરાયેલી ૮૩ મિલિયન નોકરીઓમાંથી આશરે ૪૦ મિલિયન નોકરીઓ એકલી કૃષિ ક્ષેત્રમાં વધી છે.
આ રિવર્સ ટ્રેન્ડ ચિંતાજનક છે કારણ કે તે દર્શાવે છે કે શહેરોમાં ગુણવત્તાયુક્ત નોકરીઓનો અભાવ છે અને લોકો મજબૂરીમાં ખેતી તરફ પાછા વળી રહ્યા છે.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો આ રિપોર્ટ એક લાલબત્તી સમાન છે. ઉચ્ચ શિક્ષણ મેળવવું એ હવે સારી નોકરીની ગેરંટી નથી રહી. સરકાર અને ઉદ્યોગ જગતે સાથે મળીને માત્ર નોકરીઓ જ નહીં, પણ સ્થિર અને સન્માનજનક રોજગાર ઊભો કરવાની દિશામાં યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. જો ભારત આ ૪૦ વર્ષ જૂની કટોકટીનો ઉકેલ નહીં લાવે, તો દેશની પ્રગતિની ગતિ અવરોધાઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
