<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજકારણમાં કયારેય પુર્ણવિરામ હોતું નથી

રાજયસભામાં વિદાયની ભાવુક ક્ષણોઃ પીએમ મોદીએ વિદાય લઈ રહેલા સાંસદોના યોગદાનની પ્રશંસા કરી : પીએમ મોદીએ ખડગેના અનુભવમાંથી શીખ લેવા સલાહ આપીઃ સંસદીય ગરિમા અને રાજકીય કટાક્ષ : દેવગૌડાના ભાજપ સાથેના જોડાણ પર ‘લગ્ન' જેવો માર્મિક કટાક્ષ કરી હાસ્‍યની છોળો ઉડાડી

નવી દિલ્‍હી, તા.૧૮: રાજ્‍યસભામાં વિદાય લેતા સાંસદોના સન્‍માનમાં આયોજિત કાર્યક્રમમાં પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્‍યું હતું. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની મુક્‍તકંઠે પ્રશંસા કરતા જણાવ્‍યું કે, ખડગેજીએ પોતાનું અડધાથી વધુ જીવન સંસદીય કામગીરીમાં સમર્પિત કર્યું છે. પીએમએ નવા ચૂંટાયેલા સભ્‍યોને શીખ આપતા કહ્યું કે, ગળહમાં કેવી રીતે શિસ્‍તબદ્ધ હાજરી આપવી અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું તે આ વરિષ્ઠ નેતાઓ પાસેથી શીખવા જેવું છે. મોદીએ ભારપૂર્વક કહ્યું કે રાજકારણમાં કયારેય પૂર્ણવિરામ નથી હોતું, અને નિવળત્ત થઈ રહેલા સભ્‍યો સમાજમાં પોતાનું યોગદાન ચાલુ રાખશે.

પોતાના વિદાય પ્રવચનમાં મલ્લિકાર્જુન ખડગેએ પણ અત્‍યંત પ્રભાવશાળી અંદાજમાં કહ્યું કે, જે વ્‍યક્‍તિ દેશસેવાના જુસ્‍સા સાથે જાહેર જીવનમાં જોડાય છે, તે કયારેય થાકતો નથી કે નિવળત્ત થતો નથી. તેમણે રાજકીય ગંભીરતા વચ્‍ચે હળવી પળો સર્જતા પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા વિશે ટિપ્‍પણી કરી હતી. ખડગેએ મજાકિયા લહેકામાં કહ્યું કે, હું દેવગૌડાજીને ૫૪ વર્ષથી ઓળખું છું, તેઓ અમને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ ખબર નહીં શું થયું કે તેમણે મોદીજી સાથે લગ્ન કરી લીધા. આ કટાક્ષથી આખું ગળહ હાસ્‍યમાં ડૂબી ગયું હતું, જે લોકશાહીની સુંદરતા પ્રદર્શિત કરતું હતું.

આ પ્રસંગે પીએમ મોદીએ શરદ પવાર અને દેવગૌડા જેવા દિગ્‍ગજ નેતાઓના અનુભવને પણ યાદ કર્યો હતો. તેમણે સ્‍વીકાર્યું કે ગળહમાં ચર્ચા દરમિયાન ઘણીવાર કડવા-મીઠા અનુભવો થાય છે, પરંતુ જ્‍યારે સાથીઓ વિદાય લે છે ત્‍યારે પક્ષની સીમાઓ ઓગળી જાય છે અને માત્ર આદરની ભાવના બાકી રહે છે. વિદાય લઈ રહેલા સાંસદો હવે નવી જવાબદારીઓ તરફ આગળ વધી રહ્યા છે ત્‍યારે વડાપ્રધાને તેમને ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી. આ ક્ષણોએ સાબિત કર્યું કે વૈચારિક મતભેદો છતાં ભારતીય સંસદીય પ્રણાલીમાં પરસ્‍પર સન્‍માન અકબંધ છે.

(3:46 PM IST)