હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદેશ પ્રવાસમાં ખિસ્સું ખાલી થતા બચાવો: ઇન્ટરનેશનલ વેકેશનમાં સ્માર્ટ પેમેન્ટ ટ્રિક્સથી કરો હજારોની બચત, જાણો એક્સપર્ટ ટિપ્સ
TCSમાં મોટો ઘટાડો અને RBIના નવા નિયમોથી પ્રવાસીઓને થશે સીધો ફાયદો: છૂપા ચાર્જ અને કાર્ડ ફ્રોડથી બચવા માટે અપનાવો આ ૫ ગોલ્ડન રૂલ્સ

નવી દિલ્હી, તા.૧૮: ભારતીયોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીયોએ અંદાજે ૩.૧૭ કરોડ વિદેશી પ્રવાસો કર્યા છે. જોકે, મોટાભાગના પ્રવાસીઓ અજાણતા જ વિનિમય દર (Exchange Rate) અને છૂપા બેંક ચાર્જિસમાં પોતાના મહેનતની કમાણીના હજારો રૂપિયા ગુમાવી દેતા હોય છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં વિદેશી ટૂર પેકેજ પરનો TCS ૨૦% થી ઘટાડીને માત્ર ૨% કરી દેવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે મોટી રાહત છે. પરંતુ, વિદેશમાં ખર્ચ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી અત્યંત અનિવાર્ય છે.
૧. હંમેશા સ્થાનિક ચલણમાં જ ચૂકવણી કરો:
જ્યારે તમે વિદેશમાં કોઈ સ્ટોર કે હોટેલમાં કાર્ડથી પેમેન્ટ કરો છો, ત્યારે તમને ઘણીવાર પૂછવામાં આવે છે કે તમે ભારતીય રૂપિયા (INR) માં ચૂકવણી કરવા માંગો છો કે સ્થાનિક ચલણ (જેમ કે ડોલર કે યુરો) માં? નિષ્ણાતોના મતે, હંમેશા સ્થાનિક ચલણ પસંદ કરવું જોઈએ. રૂપિયામાં પેમેન્ટ કરવાથી 'ડાયનેમિક કરન્સી કન્વર્ઝન' લાગુ પડે છે, જેમાં વેપારીની બેંક મનસ્વી વિનિમય દર વસૂલે છે, જે ગૂગલ રેટ કરતા ઘણો વધારે હોય છે.
૨. મલ્ટી-કરન્સી ફોરેક્સ કાર્ડનો ઉપયોગ:
સામાન્ય ડેબિટ કે ક્રેડિટ કાર્ડને બદલે એવા ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરો જે 'મિડ-માર્કેટ રેટ' (ગૂગલ પર દેખાતા રેટ) પર ચલણ રૂપાંતરિત કરે છે. આનાથી તમે વધારાના ૩% થી ૫% જેટલા ફોરેન ટ્રાન્ઝેક્શન ચાર્જ બચાવી શકો છો.
૩. કાર્ડ પર રીઅલ-ટાઇમ કંટ્રોલ રાખો:
તાજેતરમાં અનેક પ્રવાસીઓ અનધિકૃત વ્યવહારોનો ભોગ બન્યા છે. હંમેશા એવા કાર્ડ પ્રદાતા પસંદ કરો જેની એપ્લિકેશન દ્વારા તમે જરૂર પડ્યે તુરંત જ તમારા કાર્ડને 'ફ્રીઝ' કે 'અનફ્રીઝ' કરી શકો. દરેક ટ્રાન્ઝેક્શનની તત્કાલ નોટિફિકેશન મળવી અનિવાર્ય છે જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યવહારને તુરંત પકડી શકાય.
૪. રોકડ (Cash) નો વ્યૂહાત્મક ઉપયોગ:
વિદેશ જતા પહેલા જ બહુ મોટી રકમ એક્સચેન્જ કરાવવાનું ટાળો. શરૂઆતના એક-બે દિવસ માટે જ રોકડ સાથે રાખો. વિદેશમાં વારંવાર નાના-નાના ATM ઉપાડ કરવાને બદલે એકસાથે મોટી રકમ ઉપાડો, જેથી દરેક વખતે લાગતો ફિક્સ ATM ચાર્જ બચાવી શકાય.
૫. જૂના અને નિષ્ક્રિય કાર્ડ્સ બંધ કરો:
ઘણીવાર આપણી પાસે જૂના ટ્રાવેલ કાર્ડ્સ પડ્યા હોય છે જેમાં થોડી રકમ જમા હોય છે. આવા નિષ્ક્રિય કાર્ડ્સ હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. મુસાફરી કરતા પહેલા તમારી પાસેના તમામ કાર્ડ્સની સમીક્ષા કરો અને બિનજરૂરી ખાતા બંધ કરી દો. આ સ્માર્ટ આદતો તમારા આંતરરાષ્ટ્રીય વેકેશનને માત્ર સસ્તું જ નહીં, પણ વધુ સુરક્ષિત પણ બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
