હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા છોડવા માટે ટ્રમ્પ સરકારની મોટી ઓફર: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સ્વેચ્છાએ વતન પાછા ફરે તો મળશે મફત ટિકિટ અને ₹2.15 લાખનું રોકડ બોનસ!
‘પ્રોજેક્ટ હોમકમિંગ’ હેઠળ અત્યાર સુધીમાં 22 લાખ લોકોએ દેશ છોડ્યો: ધરપકડ કે અટકાયત વગર સન્માનભેર વિદાય આપવા માટે ‘CBP Home’ એપ લોન્ચ કરાઈ

વોશિંગ્ટન ડીસી, તા.૧૮: અમેરિકામાં વસતા બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ, જેમાં હજારો ભારતીયોનો પણ સમાવેશ થાય છે, તેમના માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એક અનોખી યોજના લઈને આવ્યું છે. ‘પ્રોજેક્ટ હોમકમિંગ’ નામના આ કાર્યક્રમ હેઠળ, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સ્વેચ્છાએ પોતાના દેશ પાછા ફરવા તૈયાર હોય, તેમને સરકાર દ્વારા મફત હવાઈ ટિકિટ અને ૨,૬૦૦ ડોલર (આશરે ૨.૧૫ લાખ રૂપિયા)નું ‘એક્ઝિટ બોનસ’ આપવામાં આવી રહ્યું છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ અમલમાં આવેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશનિકાલની પ્રક્રિયાને સરળ અને ઓછી ખર્ચાળ બનાવવાનો છે. સરકારી આંકડા મુજબ, એક વ્યક્તિને બળજબરીથી દેશનિકાલ કરવાનો ખર્ચ અંદાજે ૧૮,૨૪૫ ડોલર થાય છે, જ્યારે આ યોજના હેઠળ પ્રોત્સાહન રકમ સાથેનો ખર્ચ માત્ર ૫,૧૦૦ ડોલર જેટલો જ આવે છે. જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૨૨ લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.
આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ‘CBP Home’ નામની ખાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા સ્થળાંતર કરનારાઓ પોતાની વિગતો નોંધી શકે છે અને ધરપકડ કે જેલના ભય વગર વ્યવસ્થિત રીતે પોતાના પરત ફરવાનું આયોજન કરી શકે છે. DHSના જણાવ્યા મુજબ, આ એક સુરક્ષિત વિકલ્પ છે જે ઇમિગ્રન્ટ્સને તેમની અંગત બાબતો, કામ કે શાળાના કામ પૂર્ણ કરીને માનભેર ઘરે પાછા ફરવાની તક આપે છે.
રસપ્રદ વાત એ છે કે, આ બોનસની રકમમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં આ રકમ ૧,૦૦૦ ડોલરથી શરૂ થઈ હતી, જે ડિસેમ્બરમાં વધીને ૩,૦૦૦ ડોલર સુધી પહોંચી હતી અને હાલમાં જાન્યુઆરીથી તે ૨,૬૦૦ ડોલર પર સ્થિર કરવામાં આવી છે. જેઓ કાયદેસર રીતે અને કોઈપણ કાનૂની પ્રતિબંધ વગર પોતાના વતન જવા માંગતા હોય, તેમના માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
