હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈઝરાયલનો ઈરાન પર સર્જિકલ સ્ટ્રાઈક જેવો મોટો પ્રહાર: ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતીબને તેહરાનમાં ઘૂસીને ફૂંકી માર્યાનો દાવો
નેતન્યાહુએ સેનાને આપી 'ખુલ્લી છૂટ': અલી લારીજાની બાદ બીજા જ દિવસે વધુ એક ટોચના ઈરાની અધિકારીનો સફાયો, ઈરાની છાવણીમાં ફફડાટ

જેરૂસલેમ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક અને ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે બુધવારે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ઈરાનના શક્તિશાળી ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતીબને રાતોરાત કરવામાં આવેલા એક ચોકસાઈપૂર્વકના હુમલામાં "નાબૂદ" કરી દેવામાં આવ્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઓપરેશનની પુષ્ટિ કરતા ઈરાની શાસન માટે તેને મોટો ફટકો ગણાવ્યો છે.
ઈસ્માઈલ ખાતીબ ઈરાની શાસનનો એવો ચહેરો હતો જેણે ૨૦૨૨-૨૩ના મહસા અમીની વિરોધ પ્રદર્શનો દરમિયાન ઈરાની નાગરિકો પર દમન ગુજારવામાં અને વિરોધીઓની ધરપકડ તેમજ હત્યાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઈઝરાયલનો આરોપ છે કે ખાતીબ વિશ્વભરમાં ઈઝરાયલીઓ અને અમેરિકનો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ હુમલો તેહરાનમાં એક 'ટાર્ગેટેડ સ્ટ્રાઈક' દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે, જોકે ઈરાન તરફથી હજુ સુધી ખાતીબના મોત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
મંજૂરી વગર ગમે તેને મારવાનો આદેશ
સંરક્ષણ મંત્રી કાત્ઝે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમણે પોતે ઈઝરાયલી સેનાને વિશેષ સત્તા આપી છે. હવેથી કોઈપણ વરિષ્ઠ ઈરાની અધિકારીને નિશાન બનાવવા માટે સેનાએ સરકારની વધારાની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આ જાહેરાત ઈરાન માટે સીધી ચેતવણી સમાન છે. નોંધનીય છે કે આ ઘટનાના માત્ર ૨૪ કલાક પહેલા જ ઈઝરાયલે ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીની પણ હત્યા કરી હતી, જેની પુષ્ટિ તેહરાને કરી દીધી છે.
ઈરાને અલી લારીજાનીને "શહીદ" જાહેર કર્યા છે, પરંતુ ગુપ્તચર મંત્રીના મોત અંગેની ખામોશી સૂચવે છે કે ઈરાની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડાં પડ્યા છે. તેહરાનના અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં ઘૂસીને ઈઝરાયલ જે રીતે એક પછી એક હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટ પૂરા કરી રહ્યું છે, તેનાથી સમગ્ર વિશ્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ મોટા નુકસાનનો બદલો લેવા ઈરાન કેવો પલટવાર કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
