હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુદરતનો કહેર: તેલંગાણામાં આકાશમાંથી વરસી 'સફેદ આફત', આગામી ૭૨ કલાક ૧૦થી વધુ જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ'
હૈદરાબાદમાં કરાના વરસાદથી રસ્તાઓ બરફની ચાદરથી ઢંકાયા, ૬૦ કિમીની ઝડપે ફૂંકાશે વિનાશક પવન: ખેડૂતોના પાક પર તોળાતું સંકટ, વહીવટીતંત્રએ જારી કરી કડક ચેતવણી

હૈદરાબાદ :દેશમાં વધતી ગરમીની વચ્ચે પૂર્વ-ચોમાસાએ દસ્તક આપી છે, પરંતુ આ વખતે વરસાદ મિશ્ર લાગણીઓ લઈને આવ્યો છે. બુધવારે હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક એવો પલટો આવ્યો કે ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો હતો. શંકરપલ્લી મ્યુનિસિપલ વિસ્તાર સહિત અનેક સ્થળોએ એટલા મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા કે રસ્તાઓ અને ઘરોની બહાર કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. જોકે, આ સુંદર દ્રશ્યોની પાછળ વિનાશનું જોખમ પણ છુપાયેલું છે.
હવામાન વિભાગ (IMD) એ ૧૮ થી ૨૧ માર્ચ સુધી તેલંગાણા અને આસપાસના રાજ્યો માટે અત્યંત ગંભીર ચેતવણી જારી કરી છે. ૧૯ માર્ચે પવનની ગતિ ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વીજળીના થાંભલા અને વૃક્ષોને ધરાશાયી કરી શકે છે. હૈદરાબાદના કોંડાપુર અને ગચીબોવલી જેવા હાઈ-ટેક વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ અને જનજીવન ખોરવાઈ જવાના અહેવાલો મળ્યા છે.
આગામી ૩ દિવસની ભયાનક આગાહી
• ૧૯ માર્ચ: તેલંગાણાના મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડા અને કરા પડવાની પ્રબળ શક્યતા છે. પવનની ગતિ ૬૦ કિમી સુધી પહોંચી શકે છે.
• ૨૦ માર્ચ: પૂર્વીય અને મધ્ય તેલંગાણાના વારંગલ, મુલુગુ અને ભૂપલપલ્લીમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
• ૨૧ માર્ચ: વાવાઝોડું દક્ષિણ તરફ આગળ વધશે, જેનાથી નાલગોંડા અને સૂર્યપેટ જેવા કૃષિ પ્રધાન જિલ્લાઓમાં ભારે નુકસાનની ભીતિ છે.
ખેડૂતો અને જનતા માટે 'ડોઝ એન્ડ ડોન્ટ્સ'
આ પ્રતિકૂળ હવામાન સૌથી વધુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. ઘઉં, ચણા, મકાઈ અને શાકભાજીનો પાક અત્યારે તૈયાર થવાના આરે છે, ત્યારે કરાનો વરસાદ સોના જેવી ખેતીને માટીમાં મેળવી શકે છે. કૃષિ વિભાગે ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને ડ્રેનેજ વ્યવસ્થા કરવા અપીલ કરી છે. સામાન્ય જનતાને પણ સલાહ આપવામાં આવી છે કે વાવાઝોડા દરમિયાન વીજળીના થાંભલા કે જૂના મકાનો પાસે આશરો ન લેવો અને બિનજરૂરી મુસાફરી ટાળવી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
