હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BSNL ના ખાનગીકરણની અટકળો પર પૂર્ણવિરામ: મોદી સરકારની મોટી જાહેરાત, 'સરકારી ટેલિકોમ કંપની વેચાશે નહીં, ઉલટાનું 4G-5G થી વધુ મજબૂત બનશે'
₹3.22 લાખ કરોડનું 'બૂસ્ટર ડોઝ' પેકેજ BSNL ને આપશે નવજીવન: જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં ગર્જના કરતા કહ્યું - "BSNL દેશની જનતાની મિલકત છે અને જનતા પાસે જ રહેશે"

નવી દિલ્હી:છેલ્લા ઘણા સમયથી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના વેચાણ અથવા ખાનગીકરણને લઈને ચાલી રહેલી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે BSNL નું ખાનગીકરણ કરવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. સરકારે હવે BSNL ને ખાનગી કંપનીઓ સામે ટક્કર આપવા માટે સજ્જ કરવાની અને તેના નેટવર્કને હાઈ-ટેક બનાવવાની માસ્ટર પ્લાન તૈયાર કરી લીધી છે.
સિંધિયાએ ભારપૂર્વક જણાવ્યું કે BSNL ભારતના લોકોની કંપની છે અને લોકો માટે જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ, સરકાર આ કંપનીને વેચવાને બદલે તેને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા પર ધ્યાન આપી રહી છે. આ માટે સરકારે અત્યાર સુધીમાં કુલ ₹૩.૨૨ લાખ કરોડના ત્રણ મોટા રિવાઇવલ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી અને માળખાગત સુવિધાઓમાં ધરખમ સુધારો કરવામાં આવશે, જેથી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા મળી શકે.
BSNL માટે સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે તેનું 4G નેટવર્ક સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' ટેકનોલોજી પર આધારિત છે. વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે ભારતે પોતે જ ટેલિકોમ સાધનો વિકસાવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં દેશભરમાં ૯૭,૦૦૦ થી વધુ 4G સાઇટ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ સફળતા બાદ હવે BSNL ખૂબ જ ઝડપથી 5G રોલઆઉટ તરફ આગળ વધી રહ્યું છે, જે ડિજિટલ ઇન્ડિયાના સપનાને નવી પાંખો આપશે.
સરકારના પ્રયાસોને કારણે BSNL ના ગ્રાહક આધારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે ૮૫.૫ મિલિયનથી વધીને ૯૨.૭ મિલિયન સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, 'ભારતનેટ' કાર્યક્રમ હેઠળ ₹૧.૩૯ લાખ કરોડના ખર્ચે દેશના ખૂણેખૂણે ગામડાઓ સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ પગલાથી માત્ર શહેરો જ નહીં, પરંતુ અંતરિયાળ ગામડાના લોકો પણ હાઈ-સ્પીડ ઇન્ટરનેટથી જોડાશે. ટૂંક સમયમાં જ BSNL ટેલિકોમ માર્કેટમાં ફરી એકવાર 'ગેમ ચેન્જર' સાબિત થવા જઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
