હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પિતાનો ઠપકો અને ISRO ની પ્રેરણાએ રચ્યો ઈતિહાસ: ₹39ના બર્ગરથી શરૂ થયેલી સફર આજે ₹520 કરોડના સામ્રાજ્યમાં ફેરવાઈ
લંડનમાં બર્ગર બનાવતા ભારતીય યુવાને દેશી સ્વાદનો એવો તડકો લગાવ્યો કે મેકડોનાલ્ડ્સ જેવી બ્રાન્ડ્સ પણ ચોંકી ગઈ: જાણો 'બર્ગર સિંહ'ના સ્થાપક કબીર જીત સિંહની અનોખી સ્ટોરી

નવી દિલ્હી:જ્યારે સપનામાં ઝનૂન હોય અને ઈરાદામાં દેશી સ્વાદ, ત્યારે સફળતા કદમ ચૂમે છે. આ વાતને સાબિત કરી બતાવી છે કબીર જીત સિંહે, જેમણે પિતાના ઠપકાને આશીર્વાદ માની અને ISROના ચંદ્રયાન મિશનથી પ્રેરણા લઈને 'બર્ગર સિંહ' નામની ફૂડ ચેઈન ઊભી કરી. આજે આ કંપનીનું ટર્નઓવર ₹520 કરોડને પાર કરી ગયું છે અને ભારતના ૧૦૦થી વધુ શહેરોમાં ૨૦૦થી વધારે આઉટલેટ્સ ધમધમી રહ્યા છે.
કબીરની આ સફર બ્રિટન (UK) થી શરૂ થઈ હતી, જ્યાં તેઓ અભ્યાસની સાથે એક બર્ગર શોપમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતા. વિદેશી બર્ગરના ફિક્કા સ્વાદમાં તેમણે ભારતીય મસાલાઓનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું, જે ત્યાંના લોકોને ખૂબ પસંદ પડ્યું. જોકે, ભારત પરત ફર્યા બાદ પિતાએ તેમને ઠપકો આપ્યો હતો કે જે કામ કરવું હોય તે શ્રેષ્ઠ રીતે કરો. આ ઠપકાએ જ તેમને પોતાની બ્રાન્ડ શરૂ કરવાની પ્રેરણા આપી.
ચંદ્રયાન અને 'બર્ગર સિંહ'નું જોડાણ: કબીર જીત સિંહ જણાવે છે કે તેમને ISROના ચંદ્રયાન મિશનની કાર્યક્ષમતા અને ઓછા ખર્ચમાં મોટી સફળતા મેળવવાની પદ્ધતિએ ખૂબ પ્રભાવિત કર્યા હતા. તેમણે વિચાર્યું કે જો ભારત ઓછા બજેટમાં ચંદ્ર પર પહોંચી શકે, તો ભારતીય સ્વાદ સાથેનું સસ્તું અને ગુણવત્તાયુક્ત બર્ગર કેમ ન બનાવી શકાય? તેમણે માત્ર ₹39 ની કિંમતે બર્ગર વેચવાનંે શરૂ કર્યું, જે મધ્યમ વર્ગના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
આજે 'બર્ગર સિંહ' માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ભારતીય ફ્યુઝન ફ્લેવર્સ જેવા કે 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પંજાબ' અને 'અમૃતસરી મુર્ગ' જેવા નામોએ ગ્રાહકોના દિલ જીતી લીધા છે. કબીરની આ કહાની સાબિત કરે છે કે જો તમારી પાસે મજબૂત વિચાર અને મહેનત કરવાની તૈયારી હોય, તો એક નાનકડા બર્ગરની દુકાન પણ કરોડોની કંપની બની શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
