<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

યુદ્ધમાં અમેરિકા બરાબરનું ફસાયું: દરરોજ ૨ અબજ ડોલરનો ખર્ચો

ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્‍ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્‍યાપક નુકસાન થયું છે. ઈરાનને દબાવવા અને હંફાવવાની પેન્‍ટાગોનની ગણતરીઓ ખોટી પડી : યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ રોજિંદુ ભારણ અધધ રીતે વધી રહ્યું છેઃ અર્થવ્‍યવસ્‍થા ડામાડોળ થવા લાગી

વોશીંગ્‍ટન તા.૧૯: ખાડી દેશોમાં જ્‍યાં પણ અમેરિકી સૈન્‍યના ઠેકાણા આવેલા છે તે તમામ દેશોમાં ઈરાને હુમલા કર્યા છે અને તેના મહત્ત્વના સ્‍થાનોને ધ્‍વસ્‍ત કરીને તે દેશને ગોટાળે ચડાવ્‍યા છે. જાણકારોના મતે ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્‍ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્‍યાપક નુકસાન થયું છે. યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ રોજિદુ ભારણ અધધ રીતે વધી રહ્યું છે : બીજી તરફ અમેરિકાના બજેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય અત્‍યંત મોંઘા સૈન્‍ય ઉપકરણો પણ નષ્ટ થઈ રહ્યા છે અથવા તો તેને નુકસાન થઈ રહ્યું છે. રિપર ડ્રોન તુટી જવાના કારણે અમેરિકાને સીધો જ ૩૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. આ સિવાય અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્‍ય સંસાધનોને નુકસાન થવાના કારણે તેનું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી ગયું છે  : હાલમાં અમેરિકાનું નેશનલ ડેટ ૩૯ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકી ટ્રેઝરીને આશા છે કે, આ વર્ષે અંદાજે ૧૦ ટ્રિલિયન ડોલરના બોન્‍ડ ફરી રોકાણ માટે આવશે. આ રીતે અમેરિકાએ મુદત પૂરી થનારા જૂના બોન્‍ડની જગ્‍યાએ નવા બોન્‍ડ ઈશ્‍યૂ કરવા પડે. જો દેવામાં વધારો થાય તો આંતરરાષ્ટ્રીય સ્‍તરે તેની ફજેતી થાય તેમ છે.

 અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે શરૂ કરાયેલા યુદ્ધનો અંત ક્‍યારે આવશે અને કેવો આવશે તેના વિશે તો હાલ વિચારી શકાય એમ જ નથી. આ યુદ્ધના કારણે દુનિયા બેહાલ થઈ ગઈ છે તે જોઈ શકાય છે. એક તરફ હોર્મુઝની ખાડી બંધ થવાથી દુનિયાભરના દેશોમાં ક્રૂડ, ગેસ અને અન્‍ય વસ્‍તુઓની અછત સર્જાઈ છે. દુનિયાભારના બજારો તણાવમાં આવી ગયા છે, શેરબજારોમાં ઉથલપાથલ થઈ ગઈ છે અને અર્થવ્‍યવસ્‍થા ડામાડોળ થવા લાગી છે. અમેરિકાએ જે ઉત્‍સાહ સાથે ઈરાનને પતાવી દેવાની જે તૈયારી બતાવી હતી તે હવે અટવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પેન્‍ટાગોન દ્વારા ઈરાન સામે યુદ્ધની જે ગણતરીઓ માંડવામાં આવી હતી તે ધીમે ધીમે ખોટી સાબિત થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

ખાસ કરીને અમેરિકી પ્રમુખ આ યુદ્ધને ઈરાન સામેનું આક્રમક પગલું કહેતા હતા પણ તેમના આ પગલાએ સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્‍યો છે. તેમાંય પヘમિ એશિયા અને યુરોપના કેટલાક દેશોના અર્થતંત્ર ઉપર તેની ગંભીર અસર પડી છે. આગામી સમયમાં યુદ્ધ નહીં અટકે તો તેની વધારે ઘાતક અસર જોવા મળશે. આ યુદ્ધના કારણે અનેક દેશોના એનર્જી સેક્‍ટરમાં ભડકો થયેલો છે. બીજી તરફ પ્રવાસ અને પર્યટનને મોટી ખોટી પડી રહી છે. જીવન જરૂરિયાતની વસ્‍તુઓનો અભાવ આવી રહ્યો છે, વેપાર માર્ગો અને રણનીતિઓ તથા પારસ્‍પરિક સંબંધો પણ બદલાઈ રહ્યા છે. આヘર્યની વાત એ છે કે, અમેરિકા અને ઈઝરાયેલ સુધી રીતે ઈરાન સામે યુદ્ધમાં જોડાયેલા છે પણ ઈરાનની રણનીતિએ સમગ્ર મિડલ ઈસ્‍ટને ચકડોળે ચડાવ્‍યું છે. ખાડી દેશોમાં જ્‍યાં પણ અમેરિકી સૈન્‍યના ઠેકાણા આવેલા છે તે તમામ દેશોમાં ઈરાને હુમલા કર્યા છે અને તેના મહત્ત્વના સ્‍થાનોને ધ્‍વસ્‍ત કરીને તે દેશને ગોટાળે ચડાવ્‍યા છે. જાણકારોના મતે ઈરાનના આ વળતા પ્રહારથી અમેરિકાના ઘણા સૈન્‍ય ઠેકાણા નષ્ટ થઈ ગયા છે અને વ્‍યાપક નુકસાન થયું છે. યુદ્ધને પગલે અમેરિકાની તિજોરી ઉપર પણ રોજિદુ ભારણ અધધ રીતે વધી રહ્યું છે.

જાણકારો માને છે કે, ઈરાનને દબાવવા અને હંફાવવાની પેન્‍ટાગોનની ગણતરીઓ ખોટી પડી છે. ઈરાનના વળતા હુમલાના કારણે અને અમેરિકાના યુદ્ધમાં જોર અજમાવવાના પ્રયાસને કારણે અમેરિકી અર્થતંત્ર ઉપર ભારણ વધી રહ્યું છે. હાલમાં પેન્‍ટાગોનનો યુદ્ધ માટેનો રોજિદો ખર્ચો ૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આમ તો સૈન્‍ય અભિયાનો પાછળ અબજો ડોલર ખર્ચવા માટે પેન્‍ટાગોન સક્ષમ છે પણ આ યુદ્ધે તેની તમામ ગણતરીઓ ખોટી પાડી છે. પેન્‍ટાગોન માટે ચિતાજનક બાબત એ થઈ રહી છે કે, દરરોજ અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં ધારી સફળતા મળી નથી. બીજી તરફ અમેરિકાના બજેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય અત્‍યંત મોંઘા સૈન્‍ય ઉપકરણો પણ નષ્ટ થઈ રહ્યા છે અથવા તો તેને નુકસાન થઈ રહ્યું છે. આ રીતે જો યુદ્ધ લાંબું ચાલ્‍યું તો અમેરિકી અર્થતંત્ર ઉપર પણ તેની ગંભીર અસર પડે તેમ છે. ક્રૂડની અછતને કારણે મોંઘવારી અને ફુગાવાની આશંકાઓ જોવાઈ રહી છે. જો વધારે ખર્ચ થયા કરશે અને અર્થતંત્ર ડામાડોળ થશે તો વિકાસ રૃંધાવાની પણ શક્‍યતાઓ છે. અમેરિકાના વિકાસદરને પણ નકારાત્‍મક અસર પડી શકે છે.

ઉલ્‍લેખનીય છે કે, પેન્‍ટાગોનને હથિયારો, યુદ્ધ જહાજો, વિમારો અને ડ્રોનને થઈ રહેલા નુકસાને પણ ચિતામાં મુકી દીધું છે. છેલ્‍લાં ૧૯ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની ઘેટી ફસાઈ છે. અમેરિકાએ પહેલાં ઉત્‍સાહમાં આવીને ઈરાન ઉપર રીપર ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. ઈરાને અત્‍યાર સુધીમાં અમેરિકાના ૧૧ રિપર ડ્રોન તોડી પાડયા છે. આ ડ્રોન તૂટી પડતાં જ અમેરિકા હવે રિપરના બદલે લ્‍યુકાસ ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્‍યું છે. રિપર ડ્રોન તુટી જવાના કારણે અમેરિકાને સીધો જ ૩૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. આ સિવાય અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્‍ય સંસાધનોને નુકસાન થવાના કારણે તેનું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી ગયું છે. આ પરિણામો જોતા પણ લાગી રહ્યું છે કે, ઈરાનની સામે પેન્‍ટાગોનનો દાવ ઉંધો પડી રહ્યો છે.

વાત આટલેથી જ અટકતી નથી. ઈરાન દ્વારા હવે આર્થિક યુદ્ધની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઈરાનના એક મંત્રીએ થોડા દિવસ પહેલાં જ જણાવ્‍યું હતું કે, તે હોર્મુઝની ખાડીમાંથી તમામ આવનજાવન ફરી શરૂ કરવામાં આવશે પણ તેના માટે કેટલીક શરતો છે. આ શરતોમાં સૌથી મોટી શરત ક્રૂડ અને ગેસના ટેન્‍કરોને જવા દેવા માટે મુકાઈ છે. ઈરાને કહ્યું છે કે, તે ક્રૂડ અને ગેસના તમામ ટેન્‍કર જવા દેવા તૈયાર છે પણ આ ક્રૂડ અને ગેસનું પેમેન્‍ટ ડોલરમાં નહીં પણ યુઆનમાં કરવામાં આવે. જાણકારો માને છે કે, ઈરાનને અમેરિકા સામે વાંધો છે અને જે સ્‍થિતિ છે તેમાં ચીન તેને પડદા પાછળ મદદ કરી જ રહ્યું હશે. તેમાંય જો યુઆનમાં પેમેન્‍ટ કરવાની વાત આવે એટલે સીધો જ ચીનને ફાયદો થવાનો છે. બીજી તરફ ક્રૂડના બિઝનેસમાં અમેરિકી ડોલરની ઈજારાશાહીનો અંત આવી જાય. આ રીતે બંને તરફ ઈરાનને ફાયદો થાય તેમ છે.

ભૂતકાળમાં ઈરાક અને લિબિયા દ્વારા ડોલર સિવાયના ચલણમાં પણ ક્રૂડનો વેપાર કરવામાં આવતો હતો. અમેરિકાએ તેમને પણ બરબાદ કરી નાખ્‍યા હતા. ઈરાને પણ હાલમાં યુઆનમાં વેપાર કરવાની શરત મૂકી છે. હવે જો યુઆનમાં વેપાર થઈ જાય તો ક્રૂડ સેક્‍ટરમાં ડોલરના દબદબાને મોટો ફટકો પડે તેમ છે. ઈરાન બાદ અન્‍ય દેશો પણ બીજી કરન્‍સીમાં વેપાર કરવા લાગી જાય તેમ છે. જો ખરેખર ડોલર સિવાયની કરન્‍સીમાં વેપાર થવા લાગે તો વિદેશી સરકારો અને સેન્‍ટ્રલ બેન્‍ક જે યુએસ ટ્રેઝરી બોન્‍ડમાં મોટાપાયે રોકાણ કરે છે તેમાંથી ખસવા લાગે. તેના કારણે ડોલર ઉપર દબાણ વધવા લાગે. તેમાંય યુએ બોન્‍ડનું ચલણ ઘટી જાય તો આપોઆપ એનર્જી સેક્‍ટરમાં ડોલરનું અસ્‍તિત્‍વ જોખમાવા લાગે. અમેરિકા આવું થાય તેમ ઈચ્‍છતું નથી.

 તેના કારણે તેના વ્‍યાજની રકમ જ ૧ ટ્રિલિયન ડોલર પહોંચી જાય તેમ છે. જાણકારો માને છે કે, ઈરાનનો આ દાવ જો ખરો ઉતરે તો અમેરિકાની આથક હાલત ખરાબ થઈ જાય. પેન્‍ટાગોનના તમામ આયોજનો પર હાલ તો પાણી ફરતું હોય તેમ દેખાઈ રહ્યું છે.

(9:52 AM IST)