News of Thursday, 19th March 2026
ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધના ભણકારા
અમેરિકાના ૨૦૨૬ના રિપોર્ટમાં તુલસી ગેબાર્ડનો ખળભળાટ મચાવનારો ઘટસ્ફોટ : ચીન-રશિયા સાથે મળીને પાકિસ્તાન વિકસાવી રહ્યું છે અમેરિકા સુધી પહોંચતી ICBM મિસાઇલોઃ પહેલગામ જેવા આતંકી હુમલા બંને દેશ વચ્ચે યુધ્ધ છેડી શકે તેવી ગંભીર ચેતવણી

નવી દિલ્હી, તા.૧૯: અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડ દ્વારા સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ રજૂ કરાયેલ ૨૦૨૬ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટે વૈશ્વિક સંરક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અહેવાલમાં પાકિસ્તાનને માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ અમેરિકાના અસ્તિત્વ માટે સીધા પડકાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હવે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એક એવા એક્સિસ (ધરી)નો ભાગ બની ગયું છે જે સંયુક્ત રીતે અત્યંત આધુનિક અને લાંબા અંતરની ICBM (આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ) સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે. તુલસી ગેબાર્ડે ગંભીર ચેતવણી આપી છે કે આ નવી મિસાઇલ પ્રણાલીઓ અમેરિકાની ધરતી સુધી પરમાણુ અને પરંપરાગત હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે, જે પヘમિી દેશોની વર્ષો જૂની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને પણ ચકમો આપી શકે છે.
રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાને ટાંકીને દક્ષિણ એશિયામાં છુપાયેલા પરમાણુ જ્વાળામુખી તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના મતે, પહેલગામ જેવી ઘટનાઓ માત્ર સ્થાનિક હિંસા નથી, પરંતુ તે ભારત અને પાકિસ્તાન જેવા બે પરમાણુ સશષા પડોશીઓ વચ્ચે પૂર્ણ સ્તરનું યુદ્ધ છેડવા માટેની ટ્રિગર સાબિત થઈ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથોની સક્રિયતાને કારણે સ્થિતિ ગમે ત્યારે હાથમાંથી નીકળી શકે છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યક્તિગત હસ્તક્ષેપ અને મુત્સદ્દીગીરીને કારણે હાલમાં મોટા સંઘર્ષને ટાળી શકાયો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ હજુ પણ અત્યંત વિસ્ફોટક અને અસ્થિર છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત પાકિસ્તાનનું બદલાતું લશ્કરી વલણ છે, જેમાં તે ચીન અને રશિયાના સહયોગથી પોતાની પરમાણુ શષાાગારને અપગ્રેડ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, આ દેશો એવી ડિલિવરી સિસ્ટમ્સમાં રોકાણ કરી રહ્યા છે જે વધુ સચોટ, વધુ ઘાતક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અજેય હોય. પાકિસ્તાન જે રીતે ચીની ટેકનોલોજી અને રશિયન એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને મિસાઇલ ક્ષમતા વધારી રહ્યું છે, તેનાથી દક્ષિણ એશિયામાં સત્તાનું સંતુલન બગડી રહ્યું છે. અહેવાલના અંતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભલે બંને દેશો ખુલ્લેઆમ યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ સીમાપારના આતંકવાદી તત્વો કોઈ પણ ક્ષણે એવી કટોકટી ઉભી કરી શકે છે જેનો અંત પરમાણુ વિનાશમાં આવી શકે. (રર.૭)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
