તેહરાનના આકાશમાં ભીષણ 'ડોગ ફાઈટ': ઈઝરાયલના F-35 ફાઈટર જેટે ઈરાનના YAK-130ને હવામાં જ ફૂંકી માર્યું, વીડિયો જોઈ દુનિયા આખી હચમચી ઉઠી
ઈરાનના પાટનગર પર ધુમાડાના ગોટા અને મિસાઈલોનો વરસાદ; સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ જગાવી યુદ્ધની દહેશત - શું આ વાસ્તવિક જંગ છે કે હોલીવુડની ક્લિપ? સત્ય જાણવા પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ

તેહરાન:પશ્ચિમ એશિયાનું આકાશ અત્યારે માત્ર પક્ષીઓ માટે જ નહીં, પણ અત્યાધુનિક ફાઈટર જેટ્સ માટે પણ રણમેદાન બની ગયું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે સીધી 'ડોગ ફાઈટ' (હવાઈ જંગ) શરૂ થઈ હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. તેહરાનના આકાશમાં આગ, ધુમાડા અને મિસાઈલોના અવાજ વચ્ચે બે શક્તિશાળી વિમાનો વચ્ચે ખેલાયેલા જંગનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
ઈઝરાયલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ F-35 એ ઈરાનના યુદ્ધ વિમાન YAK-130 ને હવામાં જ આંતરીને તેનો ખાતમો બોલાવી દીધો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે વિમાનો એકબીજાનો પીછો કરી રહ્યા છે અને અંતે એક વિમાન જોરદાર વિસ્ફોટ સાથે નીચે ખાબકે છે. આ દ્રશ્યો એટલા ભયાનક છે કે સોશિયલ મીડિયા પર 'ડોગ ફાઈટ' હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે.
જોકે, આ વીડિયોની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા થયા છે. ઘણા યૂઝર્સ કોમેન્ટ સેક્શનમાં દાવો કરી રહ્યા છે કે આ વાસ્તવિક યુદ્ધના દ્રશ્યો નથી, પરંતુ પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ 'ટોપ ગન: મેવેરિક' (ટોમ ક્રૂઝની ફિલ્મ) ની ક્લિપ છે જેને યુદ્ધના નામે ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ, કેટલાક લોકો ઈઝરાયલના આ પરાક્રમને બિરદાવી રહ્યા છે, તો કેટલાક તેને મનોવૈજ્ઞાનિક યુદ્ધ નો ભાગ ગણાવી રહ્યા છે.
ભલે આ વીડિયો પર વિવાદ હોય, પરંતુ જમીની હકીકત ખૂબ જ ગંભીર છે. ઈરાનના ગેસ ફિલ્ડ પર ઈઝરાયલના તાજેતરના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તેલના ભાવમાં ભડકો થયો છે. ઓમાનમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ $૧૭૦ ને પાર કરી ગઈ છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલના એરપોર્ટ પર હુમલો કરી અનેક વિમાનો ધ્વસ્ત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ લડાઈ હવે માત્ર જમીન કે સમુદ્ર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આકાશમાં ખેલાતી આ હોળી દુનિયાને કઈ તરફ લઈ જશે તે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
