<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ખાડી વિસ્તારમાં તણાવ ચરમસીમાએ: શ્રેણીબદ્ધ ટોચના કમાન્ડરો અને નેતાઓની 'ટાર્ગેટ કિલિંગ', હવાઈ હુમલા અને ઉર્જા મથકો પર ટાર્ગેટ હુમલાથી સંઘર્ષ ચરમશીમાએ

હુમલાઓના કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય અને અર્થવ્યવસ્થા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે


નવી દિલ્હી: આકાશવાણી ન્યૂઝના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ખાડી દેશોમાં (ગલ્ફ રિજન) ચાલી રહેલા સંઘર્ષે હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રેણીબદ્ધ હત્યાઓ, સતત હવાઈ હુમલાઓ (એરસ્ટ્રાઇક્સ) અને ક્રિટિકલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (મહત્વપૂર્ણ ઉર્જા અને ઓઇલ મથકો) પર થયેલા હુમલાઓને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ હુમલાઓના કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય અને અર્થવ્યવસ્થા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

મિડલ ઈસ્ટ અને ખાડી દેશોમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ આકાશવાણી દ્વારા પ્રસારિત 'ન્યૂઝ એટ નાઇન' ના અહેવાલ અને આંતરરાષ્ટ્રીય મીડિયાના આંકડા મુજબ, ગલ્ફ રિજનમાં તાજેતરમાં થયેલી હિંસક ઘટનાઓએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. વિસ્તારમાં ટોચના કમાન્ડરો અને નેતાઓની 'ટાર્ગેટ કિલિંગ' (શ્રેણીબદ્ધ હત્યાઓ) થી વળતા પ્રહારનો સિલસિલો શરૂ થયો છે.

સતત થઈ રહેલા હવાઈ હુમલાઓએ અનેક શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે, જેની તસવીરોમાં બહુમાળી ઈમારતો ભયંકર આગની લપેટમાં સળગતી જોઈ શકાય છે. સૌથી મોટી ચિંતાનો વિષય 'ક્રિટિકલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર' પર થઈ રહેલા હુમલા છે. તેલ શુદ્ધિકરણ કારખાનાઓ (રિફાઇનરીઓ), ઓઇલ ડેપો અને પાઇપલાઇન્સ પર મિસાઇલ અને ડ્રોન એટેક કરવામાં આવી રહ્યા છે. ખાડી વિસ્તાર વૈશ્વિક ક્રૂડ ઓઇલના સપ્લાયનું હૃદય છે, અને આ ઉર્જા મથકોને નુકસાન થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ભડકે બળવાની પૂરી શક્યતા છે. યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ મામલે શાંતિ જાળવવાની અપીલ કરી છે, પરંતુ જમીની વાસ્તવિકતા યુદ્ધ તરફ ખેંચાઈ રહી છે

(1:17 AM IST)