<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ઈરાનમાં શાસન પલટાના સંકેતો વચ્ચે નેતન્યાહુની મોટી કબૂલાત: ઈરાની શાસન આ યુદ્ધમાં ટકી જશે: અમેરિકાનું 'વ્હાઇટ હાઉસ' હવે સંઘર્ષમાંથી પીછેહઠ કરવાના મૂડમાં ?

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભીષણ જંગમાં હવે રાજકીય સમીકરણો અને નિવેદનો ઝડપથી બદલાઈ રહ્યા છે. 'ધ ડિફેન્ડર ડોમ' ચેનલ અને એક્સ (અગાઉનું ટ્વિટર) સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સના અહેવાલ મુજબ, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક મોટી કબૂલાત કરતા સ્વીકાર્યું છે કે ઈરાની શાસન વ્યવસ્થામાં અંદરખાને "તિરાડો" પડવાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, તેમ છતાં એવી પૂરી શક્યતાઓ છે કે વર્તમાન ઈરાની શાસન આ યુદ્ધની પરિસ્થિતિમાંથી બચી જશે અને ટકી રહેશે. 

 

આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો અને ડિજિટલ મીડિયાના વિશ્લેષકો માને છે કે, જો હંમેશા આક્રમક વલણ ધરાવતા નેતન્યાહુ જાહેરમાં આવું નરમ નિવેદન આપી રહ્યા હોય, તો તેનો સીધો અર્થ એ છે કે અમેરિકાનું 'વ્હાઇટ હાઉસ' હવે આ સંઘર્ષને વધુ લંબાવવા માંગતું નથી. વ્હાઇટ હાઉસ હવે આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો કે પીછેહઠ કરવાનો ('ઓફ-રેમ્પ') સલામત રસ્તો શોધી રહ્યું છે. 

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇઝરાયેલને ઉર્જા મથકો પર હુમલા રોકવાની સૂચના પણ આ જ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. વૈશ્વિક મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ, તેલના વધતા ભાવો અને ખાડી દેશોની નારાજગીને પગલે હવે આગામી દિવસોમાં યુદ્ધવિરામ કે ડી-એસ્કેલેશન (તણાવમાં ઘટાડો) ના પ્રયાસો તેજ બની શકે છે.*

(9:32 AM IST)