હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કડાકા બાદ ફરી રિકવરી : ચાંદીમાં ૧૦,૦૦૦ અને સોનામાં ૪,૦૦૦ રૂપિયાનો ઉછાળો

રાજકોટ, તા., ર૦: બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયા બાદ મોડી રાત્રે બંને કિંમતી ધાતુઓમાં રીકવરી જોવા મળી હતી. ચાંદીમાં ૧૦,૦૦૦ અને સોનામાં ૪,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે ચાંદીના ભાવમાં રીકવરી જોવા મળી હતી અને ૧૦,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને મોડી રાત્રે ર,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે ચાંદીમાં ર૪,૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. ચાંદી (૧ કિલો)ના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને ર,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. મોડી રાત્રે ભાવમાં ફરી સુધારો થતા ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. આજે પણ ચાંદીના ભાવ ર,૪૦,૦૦૦ રૂા. ની સપાટીએ સ્થિર છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સોનામાં ૪,૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે કડાકાના પગલે સોનાના ભાવમાં ૭,૦૦૦ રૂા. ઘટાડો થયો હતો. જો કે મોડી રાત્રે ફરી ભાવ વધી ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે અને આજે ભાવો સ્થિર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
