<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા પર હાઈકોર્ટનું કડક વલણઃ ગૃહ મંત્રાલયની ફાઈલોમાં છુપાયેલા રહસ્‍યો ખુલશે?

ભાજપ કાર્યકરની અરજી પર અલ્‍હાબાદ હાઈકોર્ટે ૨૦૧૯ની નોટિસના અસલી દસ્‍તાવેજો ચકાસ્‍યા : કેન્‍દ્ર સરકારને પક્ષકાર તરીકે જોડાવા અને જવાબ રજૂ કરવા આદેશઃ ૬ એપ્રિલે વધુ સુનાવણી

પ્રયાગરાજ, તા.૨૦: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા મામલે અલ્‍હાબાદ હાઈકોર્ટે આક્રમક વલણ અપનાવ્‍યું છે. જસ્‍ટિસ રાજીવ સિંહની બેન્‍ચે કેન્‍દ્રીય ગળહ મંત્રાલય દ્વારા ૨૦૧૯માં રાહુલ ગાંધીને પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસ સંબંધિત તમામ સત્તાવાર રેકોર્ડની પ્રત્‍યક્ષ તપાસ કરી હતી. ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિરની અરજી પર થયેલી આ કાર્યવાહીમાં ગળહ મંત્રાલયના અંડર સેક્રેટરી સ્‍તરના અધિકારીઓ સીલબંધ ફાઈલો સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા. શિશિરે મેજિસ્‍ટ્રેટ કોર્ટના તે આદેશને પડકાર્યો છે જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરવામાં આવ્‍યો હતો. અરજદારનો મુખ્‍ય આક્ષેપ છે કે રાહુલ ગાંધીએ યુકેમાં મેસર્સ બેકઓપ્‍સ લિમિટેડ નામની કંપની બનાવી હતી અને ઓક્‍ટોબર ૨૦૦૫-૨૦૦૬ના વાર્ષિક રિટર્નમાં પોતે બ્રિટિશ નાગરિક હોવાનું સ્‍વેચ્‍છાએ જાહેર કર્યું હતું. આ વિવાદમાં સુબ્રમણ્‍યમ સ્‍વામીની જૂની ફરિયાદનો પણ ઉલ્લેખ છે. હાઈકોર્ટે દસ્‍તાવેજોની પ્રાથમિક ચકાસણી બાદ મૂળ રેકોર્ડ પરત કર્યા છે અને ભારત સરકારને આ કેસમાં ઔપચારિક પક્ષકાર તરીકે જોડાવાની મંજૂરી આપી છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે આ મામલો રાષ્‍ટ્રીય સુરક્ષા અને નાગરિકતાના કાયદાઓ સાથે જોડાયેલો હોવાથી તેની ઉંડી તપાસ જરૂરી છે. સુનાવણી દરમિયાન અરજદારે ૨૦૦૪ની ચૂંટણીના સોગંદનામા અને લંડનની બાર્કલેઝ બેંકના ખાતાનો હવાલો આપીને રાહુલ ગાંધી વિરુદ્ધ પાસપોર્ટ એક્‍ટ અને ઓફિશિયલ સિક્રેટ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. જોકે, કોર્ટે આ કેસને પાર્ટ-હર્ડ (અંશતઃ સાંભળેલ) જાહેર કરવાની વિનંતી ફગાવી દીધી છે અને આગામી સુનાવણી ૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નિયત કરી છે. હવે સૌની નજર કેન્‍દ્ર સરકારના જવાબ પર છે, કારણ કે આ વિવાદ રાહુલ ગાંધીના સંસદ સભ્‍ય પદ અને રાજકીય ભવિષ્‍ય પર સીધી અસર કરી શકે તેમ છે.

(2:16 PM IST)