<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રેશનકાર્ડ ધારકોની લોટરી લાગીઃ એપ્રિલમાં મળશે ત્રણ ગણું અનાજ

મોદી સરકારનો મોટો નિર્ણયઃ કેન્‍દ્ર સરકારે ડિજિટાઈઝેશનના જોરે ૪૧ લાખથી વધુ નકલી રેશનકાર્ડ રદ કરી સિસ્‍ટમ કરી ક્‍લીન : હરિયાણા અને રાજસ્‍થાનમાં સૌથી વધુ અયોગ્‍ય કાર્ડ દૂર કરાયા, હવે માત્ર ગરીબોને જ મળશે સરકારી યોજનાનો સીધો લાભ

 

નવી દિલ્‍હી, તા.૨૦: દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનો ખુશીઓની સોગાત લઈને આવ્‍યો છે. કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્‍યું છે કે, એપ્રિલ 20Store6 માં તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ત્રણ ગણું અનાજ વિતરણ કરવામાં આવશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર સ્‍પષ્ટતા કરી છે કે, લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાનો રાશનનો જથ્‍થો એકસાથે આપવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ ગરીબ પરિવારોને અનાજની સુરક્ષા સુનિヘતિ કરવાનો અને વિતરણ વ્‍યવસ્‍થાને વધુ વેગવંતી બનાવવાનો છે. લાભાર્થીઓ પોતાની નજીકની વાજબી ભાવની દુકાન  પરથી નિર્ધારિત સમયે આ જથ્‍થો મેળવી શકશે.

સરકાર માત્ર અનાજ આપવા પર જ નહીં, પરંતુ વિતરણ વ્‍યવસ્‍થામાં પારદર્શિતા લાવવા પર પણ આક્રમક રીતે કામ કરી રહી છે. ખાદ્ય રાજ્‍યમંત્રી નિમુબેન બાંભણિયાએ રાજ્‍યસભામાં આપેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશભરમાંથી ૪૧.૪૧ લાખ અયોગ્‍ય રેશનકાર્ડ રદ કરવામાં આવ્‍યા છે. ટેકનોલોજીના ઉપયોગથી નકલી લાભાર્થીઓને સિસ્‍ટમમાંથી બહાર કાઢવાની આ ઝુંબેશમાં હરિયાણા ૧૩.૪૩ લાખ કાર્ડ સાથે મોખરે રહ્યું છે, જ્‍યારે રાજસ્‍થાન અને ઉત્તર પ્રદેશમાં પણ લાખો નકલી કાર્ડ પકડાયા છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર હવે પબ્‍લિક ડિસ્‍ટ્રિબ્‍યુશન સિસ્‍ટમમાં થતી ગેરરીતિઓ અને અનાજ ચોરી અટકાવવા માટે મક્કમ છે.

પીડીએસના ડિજિટાઈઝેશનને કારણે આજે દેશમાં ૯૯.૨ ટકા લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે લિંક થઈ ગયા છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, લગભગ તમામ રેશનિંગની દુકાનો પર હવે ઇલેક્‍ટ્રોનિક પોઇન્‍ટ ઓફ સેલ મશીનો કાર્યરત છે, જેના દ્વારા ૯૮.૭૫ ટકા અનાજ વિતરણ બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા જ થાય છે. આ ડિજિટલ ક્રાંતિનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે સરકારી તિજોરીમાંથી નીકળતો અનાજનો એક-એક દાણો માત્ર અને માત્ર સાચા જરૂરિયાતમંદ વ્‍યક્‍તિ સુધી જ પહોંચે. એપ્રિલમાં ત્રણ મહિનાનું રાશન એકસાથે આપવાની આ જાહેરાત ગરીબ મધ્‍યમ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે મોટી રાહત સાબિત થશે.

(2:56 PM IST)