<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયાથી વધુનો વધારો

સ્‍પીડ - પાવર જેવી પ્રીમીયમ પેટ્રોલ બ્રાંડનાં ભાવમાં પ્રતિ લીટર રૂા. ૨.૦૯નો વધારોઃ આજથી નવા દરો લાગુ

નવી દિલ્‍હી તા.૨૦: મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે, તેલ અને ગેસ પુરવઠા પર કટોકટી યથાવત છે અને જેનો ડર હતો તે હકીકત બની રહી છે . જનતા પહેલાથી જ LPG સિલિન્‍ડર કટોકટીનો સામનો કરી રહી હતી, અને હવે પેટ્રોલના ભાવ પણ પ્રભાવિત થયા છે. દેશની મુખ્‍ય તેલ માર્કેટિગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂા.૨.૦૯નો વધારો કર્યો છે.

પ્રીમિયમ પેટ્રોલ (હાઈ-ઓક્‍ટેન ફયુઅલ) એ પરંપરાગત પેટ્રોલ કરતાં ઉચ્‍ચ ઓક્‍ટેન નંબર (૯૧-૯૫) ધરાવતું ઉચ્‍ચ ગુણવત્તાવાળું બળતણ છે. તેમાં ખાસ ઉમેરણો અને ડિટર્જન્‍ટ હોય છે જે એન્‍જિનને સાફ કરે છે, નોકિગ ઘટાડે છે અને ઉચ્‍ચ-કમ્‍પ્રેશન કાર અને સ્‍પોર્ટ્‍સ બાઇકમાં વધુ સારી પિકઅપ અને માઇલેજ પ્રદાન કરે છે.

તે પરંપરાગત પેટ્રોલ કરતાં વધુ મોંઘું છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્‍યા છે. તેલ કંપનીઓના જણાવ્‍યા અનુસાર, સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો છે. આ વધારો વિવિધ શહેરોમાં લાગુ કરવામાં આવ્‍યો છે.(૩૮.૪૧)

(2:57 PM IST)