<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રેમાનંદ મહારાજ વચ્‍ચે આધ્‍યાત્‍મિક સંવાદ

રાષ્‍ટ્રપતિએ રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજ સાથે ૨૭ મિનિટ સુધી કર્યો સંવાદ પરિવાર સાથે ભક્‍તિભાવ પૂર્વક આશીર્વાદ મેળવ્‍યા અને ‘રાધે-રાધે'ના નાદ સાથે સમગ્ર આશ્રમ ગુંજી ઉઠયો

વળંદાવન, તા.૨૦: ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેમણે ભક્‍તિ અને આસ્‍થાના કેન્‍દ્ર સમાન વળંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી. આશ્રમમાં પહોંચતા જ રાષ્‍ટ્રપતિનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને સંતે રાધે-રાધે કહી તેમનું અભિવાદન કર્યું હતું. આ ખાસ પ્રસંગે રાષ્‍ટ્રપતિનો પરિવાર પણ તેમની સાથે ઉપસ્‍થિત રહ્યો હતો, જ્‍યાં શિષ્‍યો દ્વારા તેમને માળા, ખેસ અને પ્રસાદ અર્પણ કરી વ્રજની પરંપરા મુજબ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

રાધા કેલી કુંજ આશ્રમમાં યોજાયેલી આ મુલાકાત લગભગ ૨૭ મિનિટ સુધી ચાલી હતી, જેમાં આધ્‍યાત્‍મિકતા અને લોકસેવા જેવા વિષયો પર ગંભીર ચર્ચાઓ થઈ હતી. પ્રેમાનંદ મહારાજે રાષ્‍ટ્રપતિને નામ જપનું મહત્‍વ સમજાવતા જણાવ્‍યું હતું કે માનવ જીવનમાં મુક્‍તિ મેળવવાનો આ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્‍ટ્રપતિએ સંતના વિચારોને ધ્‍યાનપૂર્વક સાંભળ્‍યા હતા અને જન કલ્‍યાણ માટે આધ્‍યાત્‍મિક શક્‍તિના ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવ્‍યું હતું, જેનાથી આ મુલાકાત માત્ર શિષ્ટાચાર નહીં પણ એક ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક સંવાદમાં પરિવર્તિત થઈ હતી.રાષ્‍ટ્રપતિની આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે સમગ્ર વળંદાવન અને મથુરામાં સુરક્ષાના અભૂતપૂર્વ ચક્રવ્‍યૂહ ગોઠવવામાં આવ્‍યા છે. વહીવટીતંત્રે પોલીસને હાઈ એલર્ટ પર રાખવાની સાથે સાથે વળંદાવનના જાણીતા વાંદરાઓના ત્રાસથી બચવા માટે ખાસ ટીમો તૈનાત કરી છે. રાષ્‍ટ્રપતિનો આ બીજો વ્રજ પ્રવાસ છે, જેમાં તેઓ ગિરરાજ જીની પરિક્રમા અને રામકળષ્‍ણ મિશનમાં કેન્‍સર બ્‍લોકના ઉદ્ધાટન જેવા મહત્‍વપૂર્ણ કાર્યોમાં પણ સહભાગી થશે.

(3:28 PM IST)