<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

રશિયામાં ઇન્‍ટરનેટ ‘બ્‍લેકઆઉટ': પુતિનની ડિજિટલ સ્‍ટ્રાઈક

યુક્રેનિયન ડ્રોન હુમલા રોકવા અને વિદેશી એપ્‍સ પર અંકુશ મેળવવા ક્રેમલિનનો આકરો દાવ મોસ્‍કો અને સેન્‍ટ પીટર્સબર્ગમાં વોટ્‍સએપ-ટેલિગ્રામ ઠપ્‍પઃ વીપીએન પરના પ્રતિબંધોએ રશિયન નાગરિકોની મુશ્‍કેલી વધારી

મોસ્‍કો, તા.૨૦ રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધે હવે ડિજિટલ વોરનું સ્‍વરૂપ ધારણ કર્યું છે. પુતિન સરકારે મોસ્‍કો અને સેન્‍ટ પીટર્સબર્ગ જેવા મુખ્‍ય શહેરોમાં મોબાઈલ ઇન્‍ટરનેટ પર આંશિક પ્રતિબંધ લાદી દીધો છે. આ કડક પગલાને કારણે ટેક્‍સી ડ્રાઈવરો નેવિગેશન વગર અટવાયા છે અને ઓફિસ કર્મચારીઓનું કામ ખોરવાયું છે. ક્રેમલિનના પ્રવક્‍તા દિમિત્રી પેસ્‍કોવના જણાવ્‍યા અનુસાર, આ પ્રતિબંધ પાછળનું મુખ્‍ય કારણ યુક્રેનિયન ડ્રોન હુમલાઓનું જોખમ છે, કારણ કે આ ડ્રોન નેવિગેશન માટે સેલ્‍યુલર નેટવર્કનો ઉપયોગ કરી શકે છે.

ઇન્‍ટરનેટ બ્‍લોકેજની સાથે રશિયાએ વોટ્‍સએપ અને ટેલિગ્રામ જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્‍સને પણ નિશાન બનાવી છે. રશિયન સત્તાવાળાઓનો દાવો છે કે વિદેશી ટેક કંપનીઓ રશિયાના સ્‍થાનિક કાયદાઓનું પાલન કરવામાં નિષ્‍ફળ રહી છે. આ સ્‍થિતિમાં રશિયન યુવાનો સેન્‍સરશિપથી બચવા માટે સતત VPN બદલી રહ્યા છે, પરંતુ સરકાર હવે ડઝનબંધ સ્‍ભ્‍ફ સેવાઓને પણ બ્‍લોક કરી રહી છે. આ પગલાં સૂચવે છે કે ક્રેમલિન હવે રશિયાની અંદર માહિતીના પ્રવાહ પર સંપૂર્ણ એકહથ્‍થુ નિયંત્રણ મેળવવા માંગે છે.

વૈશ્વિક સ્‍તરે ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચે વધતા તણાવની વચ્‍ચે રશિયાની આ હિલચાલ વ્‍યૂહાત્‍મક માનવામાં આવે છે. પોતાની સરહદોની અંદર સુરક્ષા મજબૂત કરવાના બહાને પુતિન વહીવટીતંત્ર ડિજિટલ દુનિયામાં રશિયાને અલગ-થલગ કરી રહ્યું છે. નિષ્‍ણાતોનું માનવું છે કે આ માત્ર સુરક્ષા પગલું નથી, પરંતુ યુદ્ધ દરમિયાન આંતરિક અસંતોષને દબાવવાનો એક પ્રયાસ પણ હોઈ શકે છે. આગામી દિવસોમાં રશિયામાં ઇન્‍ટરનેટ પરના આ નિયંત્રણો વધુ કડક બને તેવી પૂરેપૂરી શકયતા છે.

(3:33 PM IST)