<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

સ્‍વાર્થ અને વર્ચસ્‍વની ભૂખ જ વિનાશનું મૂળ

વિશ્વયુદ્ધના ભણકારા વચ્‍ચે મોહન ભાગવતનો શાંતિ મંત્ર : નાગપુરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના નવા કાર્યાલયના શિલાન્‍યાસ પ્રસંગે RSS વડાએ પશ્ચિમી વિચારધારા પર કર્યા આકરા પ્રહાર

નાગપુર, તા.૨૦: વિશ્વભરમાં ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષો અને અસ્‍થિરતા વચ્‍ચે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે માનવતાને બચાવવા માટે ભારતની પ્રાચીન વિચારધારાનો માર્ગ ચીંધ્‍યો છે. નાગપુરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના ભવ્‍ય કાર્યાલયનો શિલાન્‍યાસ કર્યા બાદ એક જનસભાને સંબોધતા તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં સુધી મનુષ્‍ય પોતાના અંગત સ્‍વાર્થ અને બીજા પર આધિપત્‍ય જમાવવાની પ્રબળ ઈચ્‍છાનો ત્‍યાગ નહીં કરે, ત્‍યાં સુધી વિશ્વમાં કાયમી શાંતિ સ્‍થાપવી અશકય છે. તેમણે ઉમેર્યું કે વર્તમાન વૈશ્વિક સંઘર્ષો પાછળ કોઈ વિચારધારા નહીં, પરંતુ સત્તા અને સંસાધનો પર વર્ચસ્‍વ મેળવવાની ભૂખ જવાબદાર છે, જે માનવજાતને વિનાશ તરફ ધકેલી રહી છે.

ભાગવતે પヘમિી જગતના સંઘર્ષ દ્વારા અસ્‍તિત્‍વના સિદ્ધાંતને આડે હાથ લેતા કહ્યું કે, વિશ્વ છેલ્લા ૨,૦૦૦ વર્ષથી શાંતિ મેળવવા માટે અનેક પ્રયોગો કરી રહ્યું છે, પરંતુ ધાર્મિક અસહિષ્‍ણુતા, બળજબરીથી ધર્માંતરણ અને હું જ શ્રેષ્ઠ છું તેવા અહંકારને કારણે તમામ પ્રયાસો નિષ્‍ફળ રહ્યા છે. તેમણે ભાર મૂકયો હતો કે ભારતની પરંપરા બધા એક છે ના ભાવમાં માને છે, જ્‍યારે અન્‍ય દેશો હજુ પણ મજબૂત લોકોના અસ્‍તિત્‍વના જોખમી સિદ્ધાંત પર ચાલી રહ્યા છે. તેમણે આધુનિક વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્‍યું કે, હવે વિજ્ઞાન પણ ધીમે ધીમે એ સત્‍ય સ્‍વીકારી રહ્યું છે કે આખું બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે, જે વાત આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલા કહી હતી. સંબોધનના અંતે મોહન ભાગવતે ધર્મના સાચા અર્થને સમજાવતા કહ્યું કે, ધર્મ માત્ર શાષાો કે પુસ્‍તકોના પાનાઓ સુધી મર્યાદિત ન રહેવો જોઈએ, પરંતુ તે વ્‍યક્‍તિના આચરણ અને વ્‍યવહારમાં દેખાવો જોઈએ. તેમણે શિસ્‍ત, નૈતિક મૂલ્‍યો અને ધર્મના પાલન માટે સતત અભ્‍યાસ અને વ્‍યક્‍તિગત તપસ્‍યાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. ભાગવતના મતે, વિશ્વને અત્‍યારે સંઘર્ષની નહીં પરંતુ સંવાદિતા અને સહયોગની જરૂર છે. જો મનુષ્‍ય સ્‍વાર્થ છોડીને સેવા અને ત્‍યાગના માર્ગે ચાલશે, તો જ આવનારી પેઢીઓને એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ વિશ્વ આપી શકાશે. ભારતનું આ જ્ઞાન જ હવે વૈશ્વિક સ્‍તરે સુમેળનો નવો સૂર્યોદય લાવશે.

(3:33 PM IST)