<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પતિએ પત્‍નીના મોબાઇલમાં પોતાના ફોટો પર ભૂરું ડ્રમ અને સિમેન્‍ટ લખેલું જોયું તરત પત્‍નીનાં લગ્ન બોયફ્રેન્‍ડ સાથે કરાવી આપ્‍યાં

 

બુલંદશહર તા.૨૦: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક માણસે પોતાની પત્‍નીનાં લગ્ન તેના બોયફ્રેન્‍ડ સાથે કરાવી આપ્‍યાં અને તેની સાથે જ વિદાય પણ કરી દીધી. વાત એમ હતી કે દોતગઢ ગામમાં રહેતા રાજકુમાર નામના ભાઈનાં લગ્નના થોડા સમય પછી તરત જ વૈવાહિક જીવનમાં તનાવ શરૂ થયો હતો. પતિનો આરોપ હતો કે તેની પત્‍ની વારંવાર ઝઘડો કરીને ઘર છોડીને જતી રહે છે. વિવાદો વચ્‍ચે પણ તેમને એક સંતાન થયું, પરંતુ પત્‍ની એ પછી પણ પતિ સાથે ઝઘડા કરી રહી હતી. મામલો ફેમિલી કોર્ટના મિડિએશન સેલમાં પહોંચ્‍યો. બન્ને પક્ષોને બોલાવવામાં આવ્‍યા ત્‍યારે પણ પત્‍નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દીધો અને પ્રેમી સાથે જ જીવન જીવીશ એ વાતે જીદ લીધી. પતિ તેને છૂટાછેડા આપવા નહોતો માગતો, પરંતુ એક દિવસ તેણે પત્‍નીના મોબાઇલમાં પોતાનો ફોટો જોયો. એના પર લખ્‍યું હતું ‘નીલા ડ્રમ, સિમેન્‍ટ'. બસ આ બે શબ્‍દોએ ચમત્‍કાર કરી દીધો. પતિએ સામે ચાલીને પત્‍નીનાં લગ્ન પ્રેમી સાથે કરાવી આપવાની તૈયારી બનાવી દીધી.

(4:13 PM IST)