હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ISIનું 'ઓપરેશન સ્પાયરલ': રેલ્વે સ્ટેશનો પર સોલર CCTV લગાવી પાકિસ્તાનને લાઈવ ફીડ મોકલવાનું ભયાનક કાવતરું ઉઘાડું!
ગાઝિયાબાદ પોલીસે 'ઓપરેશન સિંદૂર' હેઠળ દિલ્હીથી કાશ્મીર સુધી ફેલાયેલા જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ : ૧૧ દેશદ્રોહીઓની ધરપકડ સાથે ભારતીય સેનાની હિલચાલ પર નજર રાખવાના નાપાક મનસૂબા પર ફેરવ્યું પાણી

ગાઝિયાબાદ: ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ના એક એવા ખતરનાક નેટવર્કને તોડી પાડ્યું છે જે ડિજિટલ યુગમાં દેશની સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યું હતું. ગાઝિયાબાદ પોલીસે 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત દિલ્હી અને સોનીપત રેલ્વે સ્ટેશનો પર છૂપી રીતે સોલર-સંચાલિત CCTV કેમેરા લગાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ કેમેરાઓ દ્વારા ભારતીય સેનાના શસ્ત્રોની અવરજવર અને સૈનિકોની ગતિવિધિઓનું પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને 'લાઈવ ટેલિકાસ્ટ' મોકલવાની યોજના હતી. માસ્ટરમાઇન્ડ સુહેલ મલિક ઉર્ફે રોમિયો અને તેની મહિલા સહયોગી સાને ઈરમ ઉર્ફે મહેકે મળીને ટેકનિકલ રીતે કુશળ યુવાનોની એક આખી ગેંગ બનાવી હતી, જેઓ જમીની સ્તરે જાસૂસી કરીને સેનાના જીપીએસ લોકેશન અને વીડિયો એક ખાસ એપ્લિકેશન દ્વારા સરહદ પાર મોકલતા હતા.
આ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે આ નેટવર્ક માત્ર સીસીટીવી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે વોટ્સએપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવવા માટે ભારતીય મોબાઈલ નંબરોના OTP પણ પાકિસ્તાન મોકલતું હતું. આરોપીઓ ગરીબ યુવાનોને સિમ કાર્ડ દીઠ ૫૦૦ થી ૫,૦૦૦ રૂપિયાની લાલચ આપીને ફસાવતા હતા. પૈસાની લેવડદેવડમાં પકડાઈ ન જવાય તે માટે તેઓ UPI નો ઉપયોગ તો કરતા, પરંતુ સીધા ખાતામાં પૈસા લેવાને બદલે જાહેર સેવા કેન્દ્રો કે સ્થાનિક દુકાનો પરથી રોકડ મેળવી લેતા હતા. આ જાસૂસી રેકેટ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર, મહારાષ્ટ્ર અને નેપાળ સુધી ફેલાયેલું હતું, જે દર્શાવે છે કે પાકિસ્તાને ભારતના ખૂણેખૂણે પોતાના સ્લીપર સેલ્સ સક્રિય કરવાની કોશિશ કરી હતી.
૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ SIT એ વધુ નવ આરોપીઓની ધરપકડ કરી, જેમાં પાંચ સગીરોનો પણ સમાવેશ થાય છે, જેમને પૈસા અને વિદેશી લાલચો આપીને આ ગંભીર ગુનામાં ધકેલી દેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અનેક પ્રતિબંધિત વિડિયો, ફોટા અને સેનાના વ્યૂહાત્મક સ્થળોના નકશા કબજે કર્યા છે. હાલમાં ફરાર આરોપી નૌશાદ અલી અને સમીરની શોધમાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દરોડા પાડી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાકિસ્તાન હવે સીધી લડાઈને બદલે ટેકનોલોજી અને સ્થાનિક મિકેનિક્સ કે કોમ્પ્યુટર પ્રોફેશનલ્સનો ઉપયોગ કરીને ભારતની આંતરિક સુરક્ષામાં ગાબડું પાડવાના નીચ પ્રયાસો કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
