હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝોમેટોમાં ઓર્ડર કરવો હવે વધુ મોંઘો પડશે: પ્લેટફોર્મ ફીમાં સીધો ₹૨.૪૦નો વધારો ઝીંકાયો, જાણો હવે એક ઓર્ડર પર કેટલો ચાર્જ ચૂકવવો પડશે
મોંઘા પેટ્રોલ-ડીઝલની અસર હવે તમારી થાળી પર; ઝોમેટોએ ફી વધારીને ₹૧૪.૯૦ કરી, જ્યારે હરીફ કંપની મેજિકપિને ગ્રાહકોને રાહત આપવા ભાવ યથાવત રાખવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ખવૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અગ્રણી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato) એ તેની પ્લેટફોર્મ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રતિ ઓર્ડર વસૂલવામાં આવતી ફીમાં ₹૨.૪૦નો વધારો કર્યો છે, જેના કારણે હવે ગ્રાહકોએ GST પહેલા ₹૧૪.૯૦ની પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. અગાઉ આ ચાર્જ ₹૧૨.૫૦ હતો.
દેશભરના તમામ શહેરોમાં નવો દર લાગુ
કંપની દ્વારા કરવામાં આવેલો આ વધારો સમગ્ર ભારતમાં અને તમામ શહેરોમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઝોમેટોએ અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફીમાં વધારો કર્યો હતો. હવે ફરી એકવાર ઓપરેશનલ ખર્ચ વધવાનું કારણ આપીને કંપનીએ ગ્રાહકો પર બોજ નાખ્યો છે. આ વધારા બાદ વારંવાર ઓર્ડર આપતા વપરાશકર્તાઓ માટે ફૂડ બિલમાં નોંધપાત્ર તફાવત જોવા મળી શકે છે.
મેજિકપિને ગ્રાહકોનો પક્ષ લીધો
એક તરફ જ્યારે ઝોમેટો અને તેની હરીફ સ્વિગી (જે અત્યારે GST સાથે ₹૧૪.૯૯ વસૂલે છે) ચાર્જ વધારી રહ્યા છે, ત્યારે અન્ય પ્લેટફોર્મ 'મેજિકપિન' (Magicpin) એ અલગ રસ્તો અપનાવ્યો છે. મેજિકપિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં પ્લેટફોર્મ ફીમાં કોઈ વધારો કરશે નહીં. કંપનીના નેતૃત્વએ જણાવ્યું હતું કે, વધતા ખર્ચના આ મુશ્કેલ સમયમાં તેઓ ગ્રાહકો અને રેસ્ટોરન્ટ ભાગીદારોને ટેકો આપવા માંગે છે, જેથી ઓનલાઈન ફૂડ ડિલિવરી સામાન્ય માણસના ખિસ્સાને પોષાય તેવી રહે.
કેમ વધી રહ્યા છે ડિલિવરી ચાર્જ?
ફૂડ ડિલિવરી ઉદ્યોગ હાલમાં મસમોટા ખર્ચના દબાણ હેઠળ છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં થતા વધારાને કારણે ઈંધણનો ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર ડિલિવરી લોજિસ્ટિક્સ પર પડી રહી છે. આ વધતા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે કંપનીઓ પ્લેટફોર્મ ફીનો સહારો લઈ રહી છે. જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે સતત વધતા ચાર્જને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકો ઓનલાઈન ઓર્ડર આપવાનું ઘટાડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
