હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેરુસલેમમાં આક્રંદ: ૧૯૬૭ પછી પહેલીવાર ઈદ પર અલ-અક્સા મસ્જિદના દ્વાર બંધ : મુસ્લિમ જગતમાં ભારે રોષ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આગમાં ધાર્મિક આસ્થા હોમાઈ: મિસાઈલ હુમલાના ભય વચ્ચે સુરક્ષા દળોએ શ્રદ્ધાળુઓને રોક્યા : જૂના શહેરની ગલીઓમાં ટીયર ગેસ અને ધક્કામુક્કી વચ્ચે પઢવામાં આવી નમાઝ

જેરુસલેમ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી દર્દનાક તસવીરો જેરુસલેમથી સામે આવી છે. ઈસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ ગણાતી અલ-અક્સા મસ્જિદને ઈઝરાયલી વહીવટીતંત્રે સુરક્ષા કારણોસર અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધી છે. ૧૯૬૭ના યુદ્ધ પછીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે રમઝાનના પવિત્ર માસ અને ઈદ-ઉલ-ફિત્ર જેવા મોટા તહેવાર પર મસ્જિદના દરવાજા શ્રદ્ધાળુઓ માટે બંધ રહ્યા હોય. ઈઝરાયલી અધિકારીઓનો દાવો છે કે ઈરાની મિસાઈલો આ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે છે, તેથી માનવહાનિ ટાળવા માટે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. જોકે, આ પગલાએ પેલેસ્ટિનિયન મુસ્લિમોના હૃદય તોડી નાખ્યા છે અને સમગ્ર જેરુસલેમમાં ગમગીની છવાઈ ગઈ છે.
શુક્રવારે ઈદની સવારે જ્યારે હજારો મુસ્લિમો નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ આગળ વધ્યા, ત્યારે તેમને ઈઝરાયલી પોલીસના ભારે કાફલાએ રોકી દીધા હતા. મસ્જિદની અંદર જવા માટે મક્કમ શ્રદ્ધાળુઓ અને પોલીસ વચ્ચે જૂના શહેરના દરવાજા પાસે જોરદાર ધક્કામુક્કી થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે બે વાર ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. અંતે, લાચાર બનેલા શ્રદ્ધાળુઓએ મસ્જિદની બહાર રસ્તાઓ અને ગલીઓમાં જ જાયનમાઝ બિછાવીને ભીની આંખે અલ્લાહની ઈબાદત કરી હતી. દર વર્ષે જ્યાં એક લાખથી વધુ લોકોની રોનક જોવા મળતી હતી, ત્યાં આ વખતે માત્ર સન્નાટો અને સુરક્ષાકર્મીઓના બૂટનો અવાજ ગુંજી રહ્યો હતો.
સ્થાનિક પેલેસ્ટિનિયનો આ ઘટનાને "આસ્થાની ચોરી" ગણાવી રહ્યા છે. ૬૦ વર્ષીય વાજદી મોહમ્મદ શ્વેકીએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, "આજે અમારી પાસેથી અમારો આત્મા છીનવી લેવામાં આવ્યો છે, અલ-અક્સા વિનાની ઈદ એ તૂટેલા હૃદય જેવી છે." નિષ્ણાતોનું માનવું છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે માત્ર ભૌગોલિક સીમાઓ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીઓને પણ ઊંડી અસર પહોંચાડી છે. મસ્જિદ લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે પશ્ચિમ એશિયામાં ધાર્મિક ધ્રુવીકરણ વધવાની અને સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
