હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો રૌદ્ર અવતાર: "કાયર, અમે તમને યાદ રાખીશું!" - સાથી દેશો પર ભભૂક્યો અમેરિકી રાષ્ટ્રપતિનો ગુસ્સો
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની મિસાઈલ હુમલાઓ વચ્ચે વૈશ્વિક તેલ સંકટ ઘેરું બન્યું: નાટો અને મિત્ર દેશોની 'ચુપકીદી' પર ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પ્રહાર, ક્રૂડ ઓઈલ 108 ડોલરને પાર

વોશિંગ્ટન: ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને ૨૧ દિવસ વીતી ગયા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ટ્રુથ સોશિયલ પર એક અત્યંત આક્રમક પોસ્ટમાં ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રે ને સુરક્ષિત કરવામાં મદદ ન કરનારા દેશોને "કાયર" ગણાવ્યા છે. તેમણે સીધી ચીમકી આપતા લખ્યું છે કે, "કાયર, અમે તમને યાદ રાખીશું! તમને કોઈની મદદની જરૂર નથી." ટ્રમ્પનો મુખ્ય આક્ષેપ એ છે કે અમેરિકા નાટો ને આટલો મોટો આર્થિક અને સૈન્ય ટેકો આપે છે, છતાં જ્યારે મહત્વના દરિયાઈ માર્ગો પર ઈરાનનો ખતરો વધ્યો છે, ત્યારે આ સાથી દેશો પોતાના યુદ્ધ જહાજો તૈનાત કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે.
આ રાજકીય ખેંચતાણ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચી ગયા છે. યુદ્ધ શરૂ થયું ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ જે $70 પર હતું, તે હવે ઉછળીને પ્રતિ બેરલ $108 સુધી પહોંચી ગયું છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો ૨૦ ટકા હિસ્સો જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, તે હાલમાં ઈરાની હુમલાઓના કારણે અસુરક્ષિત છે. ઈરાને અત્યાર સુધીમાં ૧૦ ટેન્કર સહિત ૨૩ વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે, જેના કારણે માત્ર તેલ જ નહીં પણ કમ્પ્યુટર ચિપ્સ માટે જરૂરી હિલિયમ અને ખાદ્ય સામગ્રીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ સંકટની સીધી અસર એશિયા સહિત સમગ્ર વિશ્વના બજારો પર જોવા મળી રહી છે, જ્યાં મોંઘવારી આસમાને પહોંચી છે.
બીજી તરફ, બ્રિટન, ફ્રાન્સ અને જાપાન સહિતના સાથી દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ઈરાનની નિંદા કરી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઈરાનને તાત્કાલિક ડ્રોન અને મિસાઈલ હુમલા બંધ કરવા હાકલ કરી છે. જોકે, માત્ર નિવેદનોથી ટ્રમ્પ સંતુષ્ટ હોય તેવું જણાતું નથી. તેઓ ઈચ્છે છે કે સાથી દેશો માત્ર કાગળ પર નહીં પણ સમુદ્રમાં એક્શન લે. અત્યારે સ્થિતિ એવી છે કે હોર્મુઝ સ્ટ્રેટ વ્યવહારિક રીતે બંધ જેવી હાલતમાં છે, જે જો લાંબો સમય ચાલશે તો વિશ્વમાં એક મોટું ઊર્જા અને આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. ટ્રમ્પના આ આકરા વલણે હવે યુરોપીયન દેશોને પણ વિચારતા કરી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
