<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ઈરાન દ્વારા ૪૦૦૦ કિલોમીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના અત્યંત સુરક્ષિત ડિએગો ગાર્સિયા મિલિટરી બેઝ પર બે ખુર્રમશહર-૪ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો

જવાબમાં યુએસ સેન્ટકોમ દ્વારા ઈરાનના એરબેઝ અને સૈન્ય મથકો પર ભયંકર વળતો પ્રહાર; ઈરાનની શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ્સનો ખાતમો

 

 

સીએનએન અને વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા નૌકાદળના સપોર્ટ ફેસિલિટી 'ડિએગો ગાર્સિયા' પર બે ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલો (ખુર્રમશહર-૪) છોડી હતી. આ અમેરિકન અને બ્રિટિશ સંયુક્ત સૈન્ય મથક ઈરાનથી ૪૦૦૦ કિલોમીટર દૂર છે. રિપોર્ટ્સ મુજબ એક મિસાઈલ હવામાં જ નષ્ટ થઈ ગઈ, જ્યારે બીજી મિસાઈલને અમેરિકન યુદ્ધ જહાજ દ્વારા એસએમ-૩ ઇન્ટરસેપ્ટરથી તોડી પાડવામાં આવી. બીજી તરફ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા ઓપરેશન 'એપિક ફ્યુરી' હેઠળ ઈરાન પર વળતો અને અત્યંત આક્રમક પ્રહાર કરવામાં આવ્યો છે. સેન્ટકોમે ઈરાનના એરબેઝ પર થયેલા હુમલાના ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં જમીન પર રહેલા ઈરાની સૈન્ય વિમાનો અને શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સેન્ટકોમે હોર્મુઝની સામુદ્રધુની અને ખાર્ગ આઇલેન્ડ નજીક ૯૦ થી વધુ સૈન્ય ટાર્ગેટ અને મિસાઈલ બંકરોનો પણ સફાયો કર્યો હોવાના સત્તાવાર અહેવાલો છે. *

(10:17 AM IST)