News of Saturday, 21st March 2026
છત્તીસગઢ વિધાનસભામાં ધર્મપરિવર્તન માટે આજીવન કારાવાસની સજા આપતું બિલ પસાર
બિલનો હેતુ બળજબરી, પ્રલોભન, છેતરપિંડી અથવા ખોટી માહિતી દ્વારા ધર્મપરિવર્તન અટકાવવા અને સામૂહિક ધર્માંતરણ માટે આજીવન કેદની સજા કરવાનો છે

છત્તીસગઢ સરકારે ધર્મપરિવર્તન વિરુદ્ધ ધર્મ સ્વતંત્રતા બિલ ૨૦૨૬ (ફ્રીડમ ઓફ રિલિજન બિલ ૨૦૨૬) પસાર કર્યું છે. એનો હેતુ બળજબરી, પ્રલોભન, છેતરપિંડી અથવા ખોટી માહિતી દ્વારા ધર્મપરિવર્તન અટકાવવા અને સામૂહિક ધર્માંતરણ માટે આજીવન કેદની સજા કરવાનો છે. નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્મા દ્વારા રજૂ કરાયેલા આ બિલને કોન્ગ્રેસના બહિષ્કાર વચ્ચે ચર્ચા પછી મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ સામે વિપક્ષ કોન્ગ્રેસ પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો અને માગણી કરી હતી કે બિલને સમીક્ષા માટે પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવે. પીઠાસીન અધિકારીએ તેમના વાંધાઓને ફગાવી દીધા હતા. આથી વિપક્ષી પાર્ટીઓએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ સરકારે વિધાનસભામાં બિલ પસાર કર્યું હતું.
વર્ષ ૨૦૦૦માં મધ્ય પ્રદેશમાંથી કાપીને આ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે અપનાવવામાં આવેલા ૧૯૬૮ના કાયદાને આ બિલ બદલે છે. ૧૯૬૮ના કાયદાનો ઉલ્લેખ કરતાં વિજય શર્માએ કહ્યું હતું કે એ કોન્ગ્રેસના શાસન દરમ્યાન ઘડવામાં આવ્યો હતો.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
