<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પુનામાં ગૌ ટેક ગ્‍લોબલ સમિટ અને એક્‍સ્‍પોનું ઉદ્ધાટનઃ સોમવાર સુધી ચાલશે

ટપાલ વિભાગ દ્વારા કવર અને ટિકિટનું વિમોચનઃ પૂ. જૈન આચાર્ય લોકેશ મુનિની વિશેષ ઉપીસ્‍થતિ * આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ ગૌ આધારીત અર્થતંત્ર દ્વારા ભારતને આત્‍મનિર્ભર બનાવવા માટે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય અભિયાનઃ ડો.કથીરીયા

 

રાજકોટઃ ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઑફ કાઉ બેઝ્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર. આર. કેબલના સહયોગથી આયોજિત ‘‘ગૌ ટેક ૨૦૨૬'' આંતરરાષ્ટ્રીય સમિટ અને એક્‍સ્‍પો નું ઉદ્ધાટન કૃષિ મહાવિદ્યાલય મેદાન, સિચન નગર, પુના ખાતે થયું.

ઉદ્ધાટન સમારંભમાં પરમ પૂજ્‍ય જૈન આચાર્ય લોકેશ મુનિ, પુણે ભાજપ અધ્‍યક્ષ ધીરજ ઘાટે,ઉત્તરાખંડ ગૌસેવા આયોગ અધ્‍યક્ષ રાજેન્‍દ્ર અઠવાલ, ધારાસભ્‍ય હેમંત રસને, ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, સીસીસીઆઈ ના  સ્‍થાપક, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષ ડો. વલ્‍લભભાઈ કથિરિયા, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અધ્‍યક્ષ અને ગૌ ટેક ૨૦૨૬ના અધ્‍યક્ષ શેખર મુંદડા, મહાત્‍મા ફુલે કૃષિ વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો.વિલાસ ખર્ચે,   ગોવા-મહારાષ્ટ્ર પોસ્‍ટ માસ્‍ટર જનરલ અમિતાભ સિંહ, રાજ દેશમુખ, રાઘવન તેમજ ઉદ્યોગપતિ કૃષ્‍ણકુમાર ગોયલ, દિલીપ કાળે ઉપસ્‍થિત રહ્યા હતા.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ કવર અને ટિકિટનું વિમોચન થયું હતું. આ ચાર દિવસીય પ્રદર્શન સોમવાર, તા. ૨૩ માર્ચ સુધી ચાલુ રહેશે અને પ્રવેશ નિઃશુલ્‍ક હોવાનું જણાવાયું છે.

પરમ પૂજ્‍ય જૈન આચાર્ય લોકેશ મુનિએ જણાવ્‍યું કે ભારતમાતા, જન્‍મદાત્રી માતા અને ગૌમાતા  આ ત્રણેનું જીવનમાં વિશેષ મહત્‍વ છે.   ગૌ સંવર્ધન દ્વારા આત્‍મનિર્ભરતા શક્‍ય  છે.

હેમંત રસનેએ જણાવ્‍યું કે ગાયનો દરેક રીતે ઉપયોગ થાય છે અને તેની ગુણવત્તા વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

અભિનેતા પ્રવીણ તરડે જણાવ્‍યું કે દૂધ આપવાનું બંધ થયા પછી પણ ગાય વર્ષો સુધી ગૌમૂત્ર અને ગોબર દ્વારા એક પરિવારને જીવન આપી શકે છે. ભારતીય દેશી ગાયનો વિષય વિશ્વભરમાં પહોંચવો જોઈએ. દૂધ તો માત્ર એક ઉત્‍પાદન છે, તેનાથી આગળ પણ અનેક ઉત્‍પાદનો છે. ગાયની આંખોમાં રહેલી કરુણા ખેડૂતને જીવવાની પ્રેરણા આપે છે.

ડો. વલ્‍લભભાઈ કથિરિયાએ જણાવ્‍યું કે ગૌ આધારિત ઉદ્યોગ, વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને વૈશ્વિક મંચ આપવાનો આ પ્રયાસ છે. આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને આત્‍મનિર્ભર બનાવવા માટેનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભિયાન છે.

પ્રદર્શનના મુખ્‍ય આકર્ષણોમાં સજીવ ખાતર અને બાયોફર્ટિલાઇઝર્સ, દૂધ અને મૂલ્‍યવર્ધિત ડેરી ઉત્‍પાદનો, ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉત્‍પાદનો, પ્રાકૃતિક ખેતી, પશુચિકિત્‍સા સંસ્‍થાઓ, સીમેન લેબ, સેક્‍સ-સોર્ટેડ સીમેન અને એમ્‍બ્રિયો ટ્રાન્‍સફર ટેક્રોલોજી, સોલાર અને બાયોએનર્જી, ચારો અને બીજ ઉદ્યોગ, ચારાગાહ વિકાસ મશીનરી, બેન્‍કિંગ અને સહકારી સંસ્‍થાઓ, ડેરી ફેડરેશન્‍સ, ગૌ સેવા આયોગો, એનિમલ ફૂડ પ્રોસેસિગ યુનિટ્‍સ, ઇનોવેટિવ સ્‍ટાર્ટઅપ્‍સ, આર એન્‍ડ ડી આધારિત ઉત્‍પાદનો, ભારતીય દેશી ગૌ જાતિઓનું લાઇવ પ્રદર્શન તેમજ નેચરોપેથી, આયુર્વેદ અને પંચગવ્‍ય આધારિત ઉપચાર પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

રાજકોટ થી ચેતનભાઈ રામાણી, બાબુભાઈ નસીત, હિરેનભાઈ હાપલિયા, રમેશભાઈ ઠક્કર, પ્રતીકભાઈ સંઘાણી, ધીરુભાઈ કાનાબાર, સોનલબેન વર્ષાણી, સુરેશ પરમાર, પ્રકાશભાઈ સોલંકી, વિજયભાઈ કારીયા, પ્રભાતભાઈ ડાંગર, છગનભાઈ કથીરીયા, હરેશભાઈ પંડ્‍યા, રતિભાઈ સાવલિયા, દિલીપભાઈ કલોલા, વીરજીભાઈ રાદડીયા, ચંદ્રેશભાઇ પટેલ સહીતના ઉપસ્‍થિત રહ્યાં હતા.

(3:15 PM IST)