<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી એક્સપોર્ટર્સને ભારે નુકસાન:ઓમાન પોર્ટ પર 5500થી વધુ કન્ટેનર અટવાયા કોંગ્રેસની સહાય પેકેજની માગ

ગારમેન્ટ કન્ટેનર અટવાતા 1500 કરોડના બિઝનેસ પર અસર:કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવા સરકાર પાસે માગ કરાઈ:કન્ટેનર પાછા લાવવા 275 કરોડનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે

અમદાવાદઃ એક્સપોર્ટર્સ માટે કોંગ્રેસની સહાય પેકેજની માગ કરી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી એક્સપોર્ટર્સને ભારે નુકસાન થઈ રહ્યુ છે. નિકાસકારોના ઓમાન પોર્ટ પર 5500થી વધુ કન્ટેનર અટવાયા છે. ગારમેન્ટ કન્ટેનર અટવાતા 1500 કરોડના બિઝનેસ પર અસર પડી રહી છે. કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવા સરકાર પાસે માગ કરાઈ છે. 

 કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યુ છે કે કન્ટેનર પાછા લાવવા 275 કરોડનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં ફસાયા છે. ગુજરાતની 500 કરોડની કેરી પર નુકસાનની ભીતિ છે. કેન્દ્ર સરકાર એક્સપોટરને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે”

(8:21 PM IST)