<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ટ્રમ્પના અલ્ટીમેટમ બાદ ઈરાનનો મોટો નિર્ણય :કહ્યું- 'દુશ્મન દેશો સિવાય તમામ લોકો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે

ઈરાનનું કહેવું છે કે તે આ રસ્તાને પુરી રીતે બંધ રાખવા ઈચ્છતું નથી.

ઈરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ખતરનાક મોડ પર પહોંચી ગયું છે. દુનિયાના સૌથી જરૂરી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને પોતાનું વલણ અચાનક બદલાતું જોવા મળી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપી હતી કે જો 48 કલાકની અંદર આ દરિયાઈ માર્ગ નહીં ખુલે તો અમેરિકા ઈરાનના વીજળી ઘરોને નિશાનો બનાવશે.  આ ધમકીના થોડા કલાકો બાદ જ ઈરાને એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં થોડી ઉદારતા અને કેટલીક શરતો સ્પષ્ટપણે દેખાય છે. ઈરાનનું કહેવું છે કે તે આ રસ્તાને પુરી રીતે બંધ રાખવા ઈચ્છતું નથી. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનમાં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસાવીએ કહ્યું કે દુશ્મન દેશોના જહાજોને છોડીને બાકી તમામ લોકો માટે આ રસ્તો ખુલ્લો છે. દુશ્મન દેશોનો મતલબ સ્પષ્ટ છે કે અમેરિકા અને ઈઝરાયેલ છે.

(8:40 PM IST)