હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd March 2026
દિલ્હીના જનકપુરી વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર સેંકડો મીટર સુધી ઘસડ્યો
શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઉભી રાખવાને બદલે કોન્સ્ટેબલ પર ચડાવવાનો પ્રયાસ કર્યો.

નવીદિલ્હી : રાજધાની દિલ્હીમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. જનકપુરી વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર સેંકડો મીટર સુધી ઘસડ્યો હતો.એટલું જ નહીં ભારતી કોલેજ પાસે કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઉભી રાખવાને બદલે કોન્સ્ટેબલ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. કાર ચાલકની આ કરતૂત જોઈને રસ્તા પર લોકો ડઘાઈ ગયા હતા . લોકો કંઈ સમજે તે પહેલા જ કાર ચાલકે બેફામ કાર ચલાવી ફરાર થવાની કોશિશ કરી હતી બોનેટ પરથી કોન્સ્ટેબલ નીચે પડી જતા તેના ઉપરથી કાર ફરી વળી હતી બેફામ બનેલો નબીરો નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે .
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
